Day: November 16, 2026

કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક

કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક Budget 2027-28 નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાકીય વર્ષના સામાન્ય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 16 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા અંતર્ગત તેમણે નવી દિલ્હીમાં દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, વિકાસની તકો અને આગામી બજેટમાં પ્રાથમિકતા આપવાના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્રીઓ પાસેથી વિવિધ સૂચનો અને અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ તૈયાર કરતાં પહેલાં અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગજગતના નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાની સાથે સામાન્ય નાગરિકોને રાહત મળે તેવા પગલાં નક્કી કરવાનો છે. આગામી બજેટ 1 ફેબ્રુઆરી, 2027ના રોજ રજૂ થવાની અપેક્ષા છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

Jio SIM Alert: લાંબા સમયથી રિચાર્જ નથી કરાવ્યું? તમારો મોબાઇલ નંબર થઈ શકે છે બંધ!

Jio SIM Alert: લાંબા સમયથી રિચાર્જ નથી કરાવ્યું? તમારો મોબાઇલ નંબર થઈ શકે છે બંધ! Jio SIM Deactivation Rules રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે લાંબા સમયથી તમારા Jio સિમ કાર્ડમાં રિચાર્જ કરાવ્યું નથી, તો તમારા મોબાઇલ નંબરની સેવાઓ પર અસર થઈ શકે છે લાંબા સમય સુધી નંબરનો ઉપયોગ ન કરવો અને કોઈ રિચાર્જ પ્લાન સક્રિય ન હોવાને કારણે ઇનકમિંગ કોલ, આઉટગોઇંગ કોલ અને SMS જેવી સેવાઓ બંધ થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ પોતાના મોબાઇલ નંબરની સ્થિતિ તપાસવી જરૂરી છે. તમારું Jio SIM બંધ થતું કેવી રીતે બચાવશો? જો તમારું Jio સિમ લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો: – તમારા નંબર પર કયો રિચાર્જ પ્લાન સક્રિય છે તે તપાસો. – MyJio એપમાં તમારા નંબરની સર્વિસ સ્ટેટસ ચકાસો. – લાંબા સમયથી સિમનો ઉપયોગ ન કર્યો હોય તો Jio કસ્ટમર કેરનો સંપર્ક કરો.- નંબર બંધ થવાની નોટિસ મળી હોય તો કંપનીના જણાવ્યા મુજબ જરૂરી કાર્યવાહી કરો. તમારા બેંક એકાઉન્ટ, આધાર અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓ સાથે જોડાયેલો મોબાઇલ નંબર બંધ ન થાય તે માટે તેની સ્થિતિ સમયાંતરે તપાસતા રહેવું જરૂરી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ભુજપુરમાં ભેદા હોસ્પિટલનું ઉદ્ઘાટન: નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં 135 લોકોએ લાભ લીધો, ₹1.11 લાખનું દાન જાહેર

ભુજપુરમાં ભેદા હોસ્પિટલનું ઉદ્ઘાટન: નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં 135 લોકોએ લાભ લીધો, ₹1.11 લાખનું દાન જાહેર Bhujpur Hospital Inauguration મુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતે સેવા સમાજ સંચાલિત ભેદા હોસ્પિટલનું સંચાલન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીએ સંભાળતાં હોસ્પિટલનું ઉદ્ઘાટન તથા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલો આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.   જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણકુમાર વાડીલાલ સંઘવીના પ્રમુખસ્થાને મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજપુર સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી કેશવજીભાઈ પદમશી ગોગરી, દાતા રમેશભાઈ દેઢીયા અને માયાબેન દેઢીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી મળશે તબીબી સેવા   કાર્યક્રમમાં ચેરમેન કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભેદા હોસ્પિટલમાં હવે જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા સેવાઓ આપવામાં આવશે. હોસ્પિટલમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી ડોક્ટરો ઉપલબ્ધ રહેશે. દર્દીઓને દવાઓમાં 20 ટકા રાહત આપવામાં આવશે તેમજ 30 નવેમ્બર સુધી દર્દીઓનું નિદાન નિઃશુલ્ક કરવામાં આવશે.   તેમણે કેન્સર અંગે જાગૃતિનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે વહેલું નિદાન અનેક દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ શકે છે. 9 તબીબોની ટીમે આપી સેવા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં ડો. નરોતમ ભાનુશાલી, ડો. રશ્મિ વી. દેસાઈ, ડો. શ્રીકાંત ધાનાણી, ડો. નુપુર શાહ, ડો. પરમીત જોશી, ડો. દિગ્ના લાલાણી, ડો. રવિ ગોસ્વામી, ડો. જાહ્નવી ચાવડા અને ડો. ક્રિષા મોતા સહિત નવ તબીબોએ સેવા આપી હતી.   ભુજપુર તથા આસપાસનાં ગામોના કુલ 135 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. દર્દીઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ ECG, X-Ray, PAP Test અને RBS (બ્લડ સુગર)ની તપાસ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી ₹1,11,111નું દાન જાહેર કરાયું સમારોહ દરમિયાન ભુજપુરના જગદીશભાઈ ગઢવીએ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ માટે ₹1,11,111નું દાન જાહેર કર્યું હતું. આ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતા રમેશભાઈ દેઢીયા, માયાબેન દેઢીયા અને ભુજપુર સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટીનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે પ.પૂ. જીતેન્દ્રમુની મ.સા., પ.પૂ. સંગીતાબાઈ મહાસતીજી અને સાધ્વીશ્રી પૂર્ણગુણાશ્રીજી મ.સા.એ આશીર્વચન પાઠવ્યાં હતાં. કાર્યક્રમમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સિનિયર ટ્રસ્ટી ઈશ્વરભાઈ દેસાઈ, ભુજપુર સેવા સમાજના પ્રમુખ પંકજભાઈ દેઢીયા, ટ્રસ્ટી ગીરીશભાઈ દેઢીયા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, મોટી ભુજપુર ગ્રામ પંચાયતનાં સરપંચ લક્ષ્મીબેન નંજણ, ઉપસરપંચ માણેકભાઈ ગઢવી, ભુજપુર CHCના મેડિકલ ઓફિસર ડો. રતનભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મણીલાલભાઈ પ્રેમજી દેઢીયાએ કર્યું હતું અને અરવિંદભાઈ કે. શાહે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી મંડળ, હોસ્પિટલના સ્ટાફ અને સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

11 દિવસમાં ‘રામાયણ’ની વિશ્વભરમાં ₹1,384 કરોડની કમાણી, બોક્સ ઓફિસ પર રચ્યો નવો ઇતિહાસ!

11 દિવસમાં ‘રામાયણ’ની વિશ્વભરમાં ₹1,384 કરોડની કમાણી, બોક્સ ઓફિસ પર રચ્યો નવો ઇતિહાસ! Ramayana Box Office Collection રણબીર કપૂર અને યશ અભિનીત બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 11 દિવસમાં વિશ્વભરમાં ₹1,384.50 કરોડનું ગ્રોસ કલેક્શન કરીને મોટી સફળતા મેળવી છે.   ફિલ્મની કમાણીના આંકડા સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ભારતમાં ફિલ્મે અત્યાર સુધીમાં ₹760.60 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન ₹909 કરોડ સુધી પહોંચ્યું છે. વિદેશી બજારમાંથી પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં વિદેશમાં ₹475.50 કરોડની કમાણી નોંધાઈ છે.Doબીજા રવિવારે પણ કમાણીમાં જોરદાર ઉછા ફિલ્મે બીજા રવિવારે એટલે કે 15 નવેમ્બરના રોજ ભારતમાં ₹75 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મની કુલ ભારતીય નેટ કમાણી ₹760.60 કરોડ થઈ ગઈ છે. બીજા સપ્તાહના અંતે પણ દર્શકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   અનેક મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા   ‘રામાયણ: પાર્ટ 1’એ માત્ર 11 દિવસમાં જ વિશ્વભરમાં ₹1,300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની આ સફળતાએ ભારતીય સિનેમાના બોક્સ ઓફિસ રેકોર્ડમાં નવો અધ્યાય ઉમેર્યો છે. રણબીર કપૂર, યશ અને અન્ય કલાકારોના અભિનય સાથે ફિલ્મના ભવ્ય દૃશ્યો અને VFXની પણ ચર્ચા થઈ રહી છે. હવે ફિલ્મ આગળ કેટલા નવા રેકોર્ડ બનાવે છે તેના પર સૌની નજર છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

Nvidiaમાં ફરી CEO બની શકે છે જેન્સન હુઆંગ? સિલિકોન વેલીમાં ચર્ચાએ પકડ્યું જોર

Nvidiaમાં ફરી CEO બની શકે છે જેન્સન હુઆંગ? સિલિકોન વેલીમાં ચર્ચાએ પકડ્યું જોર Jensen Huang News વિશ્વની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaને લઈને ટેકનોલોજી જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કંપનીના CEO જેન્સન હુઆંગ ફરી એકવાર કંપનીની કમાન સંભાળી શકે તેવી અટકળો સામે આવી છે. મળતી માહિતી મુજબ, સિલિકોન વેલીના કેટલાક જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા હુઆંગને ફરી CEO બનાવવાની તરફેણ કરવામાં આવી રહી છે. આ મુદ્દે કંપનીના બોર્ડ પર પણ દબાણ વધતું હોવાની ચર્ચા છે. એવી પણ અટકળો છે કે ખુદ જેન્સન હુઆંગે આ સંભાવના અંગે પોતાના નજીકના લોકો સાથે ચર્ચા કરી છે. જોકે, તેમની સંભવિત વાપસી અંગે Nvidia તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. AI ક્ષેત્રમાં Nvidiaનું મહત્વ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપનીના નેતૃત્વમાં કોઈ મોટો ફેરફાર થાય છે કે નહીં તેના પર વિશ્વભરના રોકાણકારો અને ટેકનોલોજી જગતની નજર રહેશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ચારધામ યાત્રાનું થશે સમાપન! આજે રાત્રે 9:37 વાગ્યે બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ

ચારધામ યાત્રાનું થશે સમાપન! આજે રાત્રે 9:37 વાગ્યે બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ Badrinath Dham Closing 2026 ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ આજે, 16 નવેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગીને 37 મિનિટે શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે. આ સાથે જ વર્ષ 2026ની ચારધામ યાત્રાનું સમાપન થશે. ભગવાન બદ્રીવિશાલના દર્શન માટે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 23 એપ્રિલના રોજ યાત્રાળુઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં 23 લાખથી વધુ ભક્તોએ ભગવાન બદ્રીનાથનાં દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. કપાટ બંધ થવાના અંતિમ દિવસે પણ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન બદ્રીવિશાલનાં અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિયાળાની ઋતુ દરમિયાન બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા અને ઠંડીને કારણે મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભગવાન બદ્રીવિશાલની પૂજા તેમના શીતકાલીન ગાદી સ્થળે કરવામાં આવશે. હવે આગામી વર્ષે ફરીથી મંદિરના કપાટ ખૂલ્યા બાદ શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી ₹7,115 સસ્તી, Gold અને Silver ETFમાં પણ ઘટાડો

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી ₹7,115 સસ્તી, Gold અને Silver ETFમાં પણ ઘટાડો Gold Silver Price Today સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આજે બજારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થતાં રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹7,115નો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ ₹1,69,194 પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડાની અસર રોકાણ બજાર પર પણ જોવા મળી છે. સિલ્વર ETFમાં આશરે 4.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગોલ્ડ ETFના ભાવમાં પણ અંદાજે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે સોના-ચાંદી સાથે જોડાયેલા ETFમાં રોકાણ કરનારા રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આગળ શું ફેરફાર થાય છે તેના પર હવે રોકાણકારોની નજર રહેશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

BREAKING NEWS: ટંકારા નજીક સ્વિફ્ટ કારનો ભયાનક અકસ્માત, બે યુવકોનાં કરુણ મોત

 ટંકારા નજીક સ્વિફ્ટ કારનો ભયાનક અકસ્માત, બે યુવકોનાં કરુણ મોત Tankara Accident News રાજકોટથી મોરબી ફ્લાવર ડેકોરેશનના કામ અર્થે જઈ રહેલા ત્રણ યુવકોને ટંકારા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂરઝડપે દોડી રહેલી સ્વિફ્ટ કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર 8થી વધુ વખત પલટી ખાઈ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. અકસ્મતમાં કારમાં સવાર અમન અને પ્રભાત નામના બે યુવકો કારમાંથી અંદાજે 15 ફૂટ ઊંચે ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓને કારણે બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં પાછળ બેઠેલા જીવણભાઈને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે બે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

UAEમાં 23 વાહનોની એકસાથે ટક્કર, 14નાં મોત; 4 ભારતીયોએ ગુમાવ્યો જીવ

UAEમાં 23 વાહનોની એકસાથે ટક્કર, 14નાં મોત; 4 ભારતીયોએ ગુમાવ્યો જીવ UAE સંયુક્ત આરબ અમીરાત (UAE)માં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કુજૈરાહ વિસ્તારમાં આવેલા શેખ ખલીફા બિન જાયદ રોડ પર એકસાથે 23 વાહનો અથડાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષીય કિશોર પણ સામેલ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાં ચાર ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપરાંત ગુજરાતનો 13 વર્ષીય આતિફ મન્સૂર પણ સામેલ છે. આતિફ પરિવાર સાથે રજાઓ ગાળવા માટે UAE ગયો હતો. આ દુર્ઘટનાને કારણે તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સાત ભારતીયો સારવાર હેઠળ અકસમાતમાં ઘાયલ થયેલા 30 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં સાત ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જેઓ હાલ તબીબી સારવાર લઈ રહ્યા છે. એકસાથે અનેક વાહનોની ટક્કરથી સર્જાયેલી આ દુર્ઘટનાએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દિલ્હીના નેશનલ ઝૂમાં પક્ષીઓની યાદીમાં નવી પ્રજાતિનો ઉમેરો, નોર્ધન શોવલર બન્યું આકર્ષણ

દિલ્હીના નેશનલ ઝૂમાં પક્ષીઓની યાદીમાં નવી પ્રજાતિનો ઉમેરો, નોર્ધન શોવલર બન્યું આકર્ષણ Northern Shoveler નવી દિલ્હી સ્થિત નેશનલ ઝૂલોજિકલ પાર્કમાં પક્ષીપ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. અહીં આયોજિત ‘સન્ડે બર્ડ વોક‘ની 21મી આવૃત્તિ દરમિયાન પક્ષીઓની યાદીમાં નોર્ધન શોવલર (Northern Shoveler) નામની નવી પ્રજાતિ નોંધાઈ છે. આ સાથે ઝૂમાં જોવા મળતી પક્ષીઓની વિવિધતામાં વધુ એક પ્રજાતિનો ઉમેરો થયો છે. જૈવવિવિધતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ નેશનલ ઝૂલોજિકલ પાર્ક દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષીઓની વિવિધતા પર નજર રાખવાની સાથે વન્યજીવ અને પ્રકૃતિ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ‘સન્ડે બર્ડ વોક’ દરમિયાન પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિમાં રસ ધરાવતા લોકોએ વિવિધ પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલ દ્વારા પક્ષીઓની ઓળખ, તેમના કુદરતી રહેઠાણ અને સંરક્ષણના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શું છે નોર્ધન શોવલર પક્ષીની વિશેષતા? નોર્ધન શોવલર એક પ્રવાસી બતકની પ્રજાતિ છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની પહોળી અને ચમચા આકારની ચાંચ છે. આ પક્ષી પાણીમાં રહેલા નાના જીવ અને અન્ય ખોરાકને ગાળીને ખાવા માટે જાણીતી છે. આ નવી નોંધથી દિલ્હીના નેશનલ ઝૂની પક્ષી વૈવિધ્યતાની યાદીમાં વધુ એક પ્રજાતિનો સમાવેશ થયો છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »