
Jio SIM Alert: લાંબા સમયથી રિચાર્જ નથી કરાવ્યું? તમારો મોબાઇલ નંબર થઈ શકે છે બંધ!
Jio SIM Deactivation Rules રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે લાંબા સમયથી તમારા Jio સિમ કાર્ડમાં રિચાર્જ કરાવ્યું નથી, તો તમારા મોબાઇલ નંબરની સેવાઓ પર અસર થઈ શકે છે
લાંબા સમય સુધી નંબરનો ઉપયોગ ન કરવો અને કોઈ રિચાર્જ પ્લાન સક્રિય ન હોવાને કારણે ઇનકમિંગ કોલ, આઉટગોઇંગ કોલ અને SMS જેવી સેવાઓ બંધ થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ પોતાના મોબાઇલ નંબરની સ્થિતિ તપાસવી જરૂરી છે.
તમારું Jio SIM બંધ થતું કેવી રીતે બચાવશો?
જો તમારું Jio સિમ લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
– તમારા નંબર પર કયો રિચાર્જ પ્લાન સક્રિય છે તે તપાસો.
– MyJio એપમાં તમારા નંબરની સર્વિસ સ્ટેટસ ચકાસો.
– લાંબા સમયથી સિમનો ઉપયોગ ન કર્યો હોય તો Jio કસ્ટમર કેરનો સંપર્ક કરો.- નંબર બંધ થવાની નોટિસ મળી હોય તો કંપનીના જણાવ્યા મુજબ જરૂરી કાર્યવાહી કરો.
તમારા બેંક એકાઉન્ટ, આધાર અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓ સાથે જોડાયેલો મોબાઇલ નંબર બંધ ન થાય તે માટે તેની સ્થિતિ સમયાંતરે તપાસતા રહેવું જરૂરી છે.









