કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક

Share:

કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક

Budget 2027-28 નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાકીય વર્ષના સામાન્ય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 16 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા અંતર્ગત તેમણે નવી દિલ્હીમાં દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ બેઠકમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, વિકાસની તકો અને આગામી બજેટમાં પ્રાથમિકતા આપવાના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્રીઓ પાસેથી વિવિધ સૂચનો અને અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ તૈયાર કરતાં પહેલાં અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગજગતના નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાની સાથે સામાન્ય નાગરિકોને રાહત મળે તેવા પગલાં નક્કી કરવાનો છે. આગામી બજેટ 1 ફેબ્રુઆરી, 2027ના રોજ રજૂ થવાની અપેક્ષા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें