
મહેસાણા રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ
Mehsana News મહેસાણા રેલવે સ્ટેશન પર માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજસ્થાન જવા માટે ટ્રેનની રાહ જોઈ રહેલી એક મહિલાના ત્રણ વર્ષના બાળકને અજાણ્યો શખસ નાસ્તો કરાવવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે, લાંબા સમય સુધી બાળક પરત ન ફરતાં મહિલાએ શોધખોળ કરી હતી. ત્યારબાદ મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે રેલવે પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. બાળકને સુરક્ષિત શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








