
ગુજરાતમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા, દરરોજ 250 બાળકોને માનસિક સારવારની જરૂર
ગુજરાતમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા, દરરોજ 250 બાળકોને માનસિક સારવારની જરૂર! Child Health News Gujarat ગુજરાતમાં બાળકોના સ્વાસ્થ્યને લગતી બે ચિંતાજનક બાબતો સામે આવી છે. એક તરફ મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગની અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે, તો બીજી તરફ સમય પહેલાં જન્મેલા નવજાત શિશુઓમાં આંખની ગંભીર બીમારીનું જોખમ જોવા મળી રહ્યું છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ બાળકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સામે આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં દરરોજ આશરે 250 બાળકોને માનસિક સારવારની જરૂર પડી રહી છે. બાળકોમાં ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક સમસ્યાઓનું પ્રમાણ વધતું હોવાની બાબત ચિંતા ઉપજાવી રહી છે. નિષ્ણાતોના મતે બાળકોના સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ રાખવું, તેમની સાથે સમય પસાર કરવો અને તેમના વર્તનમાં આવતા ફેરફારો પર ધ્યાન આપવું જરૂરી છે. અધૂરા મહિને જન્મેલા બાળકોમાં ROPનું જોખમ. બીજી તરફ, સમય પહેલાં જન્મેલા અને ઓછું વજન ધરાવતા નવજાત શિશુઓમાં રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી (ROP) નામની આંખની બીમારીનું જોખમ જોવા મળે છે મળતી માહિતી અનુસાર, આવા નવજાત બાળકોમાં 22થી 52 ટકા સુધી ROPનું જોખમ હોઈ શકે છે. આ બીમારીમાં આંખની અંદર રહેલી રેટિનાની રક્તવાહિનીઓના વિકાસમાં અસામાન્યતા સર્જાય છે. સમયસર તપાસ અને યોગ્ય સારવાર ન મળે તો ગંભીર સ્થિતિમાં બાળકની દૃષ્ટિને નુકસાન પહોંચી શકે છે. આથી સમય પહેલાં જન્મેલા અને ઓછું વજન ધરાવતા બાળકોની સમયસર આંખની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો



