બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો વધ્યો, 17 નવેમ્બરે ગંભીર વાવાઝોડું બનવાની શક્યતા

Share:

બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો વધ્યો, 17 નવેમ્બરે ગંભીર વાવાઝોડું બનવાની શક્યતા

Bay of Bengal Cyclone Alert દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન હવે વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ 16 નવેમ્બરની સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યારે 17 નવેમ્બરની સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી આગાહી કરવામાં આવી છે.

 

આ રાજ્યોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અંદમાન-નિકોબાર ટાપુઓમાં 15થી 17 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

દરિયામાં પવનની ગતિ વધશે

 

ચક્રવાતી સિસ્ટમને કારણે બંગાળની ખાડીમાં પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. 16 નવેમ્બરે પવનની ઝડપ 55થી 65 કિમી પ્રતિ કલાક અને ઝાપટા સાથે 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ત્યારબાદ સિસ્ટમ વધુ મજબૂત બનતાં પવનની ગતિમાં વધારો થવાની આગાહી છે.

 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

 

દરિયામાં ઊંચાં મોજાં અને ભારે પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડીના વિવિધ વિસ્તારોમાં 16થી 20 નવેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें