Author: Indian Sociologist Live

હવે ઇથેનોલથી દોડશે કાર! નીતિન ગડકરીનો મોટો દાવો, ₹25 પ્રતિ લિટર સુધી આવી શકે ઇંધણનો ખર્ચ

હવે ઇથેનોલથી દોડશે કાર! નીતિન ગડકરીનો મોટો દાવો, ₹25 પ્રતિ લિટર સુધી આવી શકે ઇંધણનો ખર્ચ Ethanol Vehicle ભારતમાં પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઇથેનોલ આધારિત વાહનોને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ દેશમાં ટૂંક સમયમાં 100 ટકા ઇથેનોલથી ચાલતી કારનો વિકલ્પ પણ જોવા મળી શકે છે. 100 ટકા ઇથેનોલથી ચાલતી કારનું આયોજન નીતિન ગડકરીના જણાવ્યા મુજબ ઓક્ટોબર માસથી કેટલીક કંપનીઓ 100 ટકા ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી શકે છે. આ પ્રકારના વાહનોમાં પેટ્રોલના સ્થાને ઇથેનોલનો ઉપયોગ થઈ શકશે. સરકારનો હેતુ વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવાનો અને પરંપરાગત પેટ્રોલિયમ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં આશરે 4 કરોડ કાર અને 20 કરોડ ટૂ-વ્હીલર છે. જો મોટી સંખ્યામાં વાહનોમાં વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ વધે તો ઇંધણના ક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. ₹25 પ્રતિ લિટર સુધી ઇંધણનો દાવો ઇથેનોલ આધારિત વાહનો અંગે વાત કરતા ગડકરીએ અગાઉના પોતાના દાવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 100 ટકા ઇથેનોલથી ચાલતી કારમાં ઇંધણનો ખર્ચ આશરે ₹25 પ્રતિ લિટર સુધી આવી શકે છે. જોકે વાસ્તવિક ખર્ચ વાહન, ઇથેનોલની કિંમત અને અન્ય પરિબળો પર આધારિત રહેશે. ઇલેક્ટ્રિક વાહનો સાથે ઇથેનોલ પર પણ ભાર દેશમાં ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ પણ સતત ચર્ચામાં છે. હવે વૈકલ્પિક ઇંધણના ક્ષેત્રમાં ઇથેનોલને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગડકરીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોની સાથે ઇથેનોલ આધારિત વાહનો પણ ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરોને પણ વૈકલ્પિક ઊર્જા સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક ટ્રેક્ટર જેવા વિકલ્પો પણ બજારમાં આવવા લાગ્યા છે. ખેડૂતો માટે પણ ઇથેનોલ મહત્વનું ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે કૃષિ આધારિત કાચા માલમાંથી થાય છે. જેના કારણે ઇથેનોલનો ઉપયોગ વધે તો કૃષિ ક્ષેત્રને પણ આર્થિક લાભ મળવાની શક્યતા રહે છે. સરકાર તરફથી ઇથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપવાનું એક કારણ ખેડૂતો માટે વધારાની આવકના માર્ગો ઊભા કરવાનું પણ છે. આગામી સમયમાં 100 ટકા ઇથેનોલથી ચાલતી કાર સહિતના નવા વિકલ્પો બજારમાં આવે છે કે નહીં અને તેનો ઇંધણ ખર્ચ કેટલો રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દરશડી ગામે વ્યસનમુક્તિ માટે જંગી રેલી, 1000થી વધુ લોકો જોડાયા

દરશડી ગામે વ્યસનમુક્તિ માટે જંગી રેલી, 1000થી વધુ લોકો જોડાયા Mandvi News માંડવી તાલુકાના દરશડી ગામે જૈન‍ સંતોની પાવન નિશ્રામાં વ્યસનમુક્તિના પ્રચાર-પ્રસાર માટે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં દરશડી તથા મમાયમોરા ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ અને ગ્રામજનો સહિત અંદાજે 1,000 લોકો જોડાયા હતા. કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલજી સ્વામીના શિષ્યરત્ન તથા વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબ અને તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય ઓજસમુની ‘મંગલ’ મહારાજ સાહેબ ચાતુર્માસ નિમિત્તે દરશડી ગામે બિરાજમાન છે. તેમની પાવન નિશ્રામાં યોજાયેલી રેલી દરમિયાન ‘વ્યસનમુક્તિ’ના બેનરો સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને કારણે સમગ્ર ગામમાં રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલી દ્વારા સમાજમાં વ્યસનથી દૂર રહેવા અને યુવા પેઢીને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે રેલીમાં દરશડી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ મમાયમોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષક સ્ટાફ અને ગ્રામજનો સહિત આશરે એક હજાર લોકો જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ દાતા માતૃશ્રી દેવકાબેન રામજી કકા તરફથી તથા અમૃતબેન દામજી રામજી કકા અને વનિતાબેન લેક્ષ નાગડા (ભોજાય, તા. માંડવી)ના સહયોગથી બાલભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરથી ધોરણ-12 સુધીના તમામ બાલક-બાલિકાઓએ ભોજનનો લાભ લીધો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવી BSFને દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

માંડવી BSFને દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો BSF કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાના સહયોગથી માંડવી સ્થિત BSFને ઘાસકટર અર્પણ કરવાનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે તા. 26 સપ્ટેમ્બરના રોજ રંગેચંગે યોજાયો હતો. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માંડવી BSF તરફથી ઘાસકટરની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને દાતા પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી, હાલ મુંબઈ તરફથી, નિલેશભાઈ વાસાણી (નાની વિરાણી, માંડવી)ના હસ્તે BSFને ઘાસકટર અર્પણ કરવામાં આવ્યું છે. સમિતિના કારોબારી સભ્ય તથા માંડવીના દિનેશભાઈ શાહ અને કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ઘાસકટરથી BSF પરિસરમાં વધારાનું ઘાસ સરળતાથી કાપી શકાશે તેમજ પરિસરમાં લેવલિંગ થવાથી સ્વચ્છતા અને શોભામાં પણ વધારો થશે. આ પ્રસંગે ભુપેન્દ્રભાઈ સલાટ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા તથા મંત્રી સલીમભાઈ ચાકીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. સંદીપભાઈ માલમ પણ કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા. માંડવી BSF ના અધિકારીઓ અને જવાનોએ ઘાસકટર અર્પણ કરવા બદલ દાતા તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ–ગોધરાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સામાજિક સહયોગ અને સેવાભાવના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ભુજમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે AAPનું વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત

ભુજમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે AAPનું વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત AAP Bhuj Protest કચ્છ/ભુજ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદેથી હટાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 27 સપ્ટેમ્બર, 2026ના રોજ કચ્છના ભુજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ડૉ. કાયનાત અંસારી આથા સહિત AAPના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કાર્યક્રમમાં શિવજી સીજુ, નૂર મોહમ્મદ, ભાનુબેન બાગડા, નિશા ચૌહાણ, નિર્મળાબેન હિન્દાણીયા, ડૉ. નેહલ વૈદ્ય, મોહમ્મદ ખલીફા અને દિલીપદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર યાદી અને SIR પ્રક્રિયાને લઈને AAPના સવાલ AAPના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાએ જણાવ્યું કે તેમનો વિરોધ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ મતદારોના અધિકારો અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે છે. તેમણે SIR પ્રક્રિયા અને મતદાર યાદી અંગે સવાલો ઉઠાવતા જણાવ્યું કે મતદાર યાદીમાંથી નામ દૂર કરવામાં આવ્યા હોય તો તેના માટેની પ્રક્રિયા અને તેની ઓડિટ અંગે સ્પષ્ટતા જરૂરી છે. તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો કે ચૂંટણી પ્રક્રિયામાં PRO અધિકારીની ભૂમિકા સાથે સેન્ટ્રલાઇઝ્ડ સોફ્ટવેરનો રોલ શું છે અને જો સોફ્ટવેરની પ્રક્રિયા અધિકારીથી ઉપર હોય તો જવાબદારી કોની રહેશે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોવાની માંગ AAP નેતાએ જણાવ્યું કે નિષ્પક્ષ મતદાન માટે પારદર્શક મતદાર યાદી જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ, મતદારોના નામ સંબંધિત પ્રક્રિયા ઓનલાઈન અને ઓડિટેબલ હોવી જોઈએ, જેથી કોઈપણ વ્યક્તિના મતદાનના અધિકારને નુકસાન ન થાય. ડૉ. કાયનાત અંસારી આથાએ ચૂંટણી પંચની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા અને આક્ષેપ કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે. તેમણે કહ્યું કે મતદારોને તેમની સાથે સંબંધિત પ્રક્રિયા અને નિર્ણયોની જાણકારી ઉપલબ્ધ થવી જોઈએ. પોલીસે અટકાયત કરી AAPના જણાવ્યા અનુસાર, પાર્ટીના કાર્યકર્તાઓ બંધારણીય અધિકારો હેઠળ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે ડૉ. કાયનાત અંસારી આથા સહિત કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ડૉ. કાયનાત અંસારી આથાએ પોલીસની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસ સક્રિય થાય છે, જ્યારે તેમના જણાવ્યા મુજબ ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે પણ સમાન રીતે કાર્યવાહી થવી જોઈએ. AAP દ્વારા મતદાર યાદી અને SIR પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, ઓડિટેબલ પ્રક્રિયા અને દરેક મતદારના મતદાન અધિકારના રક્ષણની માંગ કરવામાં આવી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન

કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન Mandvi News ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારે કંડલાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન માંડવીના ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ મુખ્યમંત્રીને ‘કચ્છી હિન્દી પાઠાવલી’ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ તા. 16 સપ્ટેમ્બરના રોજ ભુજ ખાતે BSFના મુખ્યાલયમાં ‘કચ્છી હિન્દી પાઠાવલી ભાગ-6’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પાઠાવલીનું વિમોચન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કચ્છી ભાષા અને સાહિત્યના સંવર્ધન સાથે હિન્દી ભાષાના જ્ઞાનને પ્રોત્સાહન આપવાના હેતુથી પાઠાવલીનું પ્રકાશન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રીને પાઠાવલી અર્પણ કરી સન્માન કરવામાં આવતા આ પ્રસંગને કચ્છી ભાષા-સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ગાંધીધામમાં સેવા સેતુ કાર્યક્રમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો

ગાંધીધામમાં સેવા સેતુ કાર્યક્રમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સીધો સંવાદ કર્યો Gandhidham Seva Setu  સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે અને નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુથી ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા 12 તબક્કાના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી ગાંધીધામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સરકારી વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અનેક લાભાર્થીઓને PM આવાસ યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ, આયુષ્માન ભારત સહિતની વિવિધ યોજનાઓ હેઠળ સહાયના હુકમો અને મંજૂરી પત્રોનું સ્થળ પર જ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને સાધન સહાય પણ આપવામાં આવી હતી. ‘સરકાર તમારા દ્વારે’ના સંકલ્પ સાથે 56થી વધુ સેવાઓ સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડમાં સુધારા, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની 56થી વધુ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. અનેક અરજીઓ અને પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવતા લાભાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ‘છેલ્લા માનવી સુધી યોજનાનો લાભ પહોંચે તે સંકલ્પ’ લાભાર્થીઓ સાથે સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર લોકો સુધી પહોંચીને તેમના કામોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને કોઈ નાગરિક સરકારી સેવાથી વંચિત ન રહે તે સરકારનો સંકલ્પ છે. એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાથી નાગરિકોને સરળતા રહે છે. મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે અને વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરું, કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કંડલામાં ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, 3,500થી વધુ રોજગારીની તકો સર્જાશે

કંડલામાં ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, 3,500થી વધુ રોજગારીની તકો સર્જાશે Bhupendra Patel, Methanol Plant કચ્છના ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આકાર પામનારા ₹2,300 કરોડના ઈ-મિથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 150 TPD ક્ષમતાનો આ પ્લાન્ટ ગ્રીન એનર્જી અને ગ્રીન શિપિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બની શકે છે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય બંદર, શિપિંગ તથા જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા. કંડલામાં ગ્રીન એનર્જીને નવી દિશા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કંડલા ખાતે આકાર પામનારો ઈ-મિથેનોલ પ્રોજેક્ટ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન શિપિંગને નવી દિશા આપશે. ગુજરાતની મેરિટાઈમ ક્ષમતા અને આસામની ઔદ્યોગિક ક્ષમતાનું સંયોજન આ પ્રોજેક્ટમાં જોવા મળી રહ્યું છે. દીનદયાળ પોર્ટ ગુજરાત ઉપરાંત દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર છે. ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન મિથેનોલ અને ગ્રીન શિપિંગ જેવી નવી ઊર્જા વ્યવસ્થાઓ તરફ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે કંડલા ખાતેનો આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ કડી બની શકે છે. 150 TPD ક્ષમતાનો પ્લાન્ટ ₹2,300 કરોડના મૂડીરોકાણથી નિર્માણ પામનારા આ પ્લાન્ટની ક્ષમતા દરરોજ 150 ટન ઈ-મિથેનોલ ઉત્પાદન કરવાની રહેશે. ગ્રીન ફ્યુઅલના ઉત્પાદન અને બંકરિંગની સુવિધા વિકસવાથી દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ક્લીનર મરીન ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવાની દિશામાં માળખું ઊભું થશે. આ પ્રોજેક્ટથી દરિયાઈ શિપિંગ ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા તેમજ આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં 3,500થી વધુ રોજગારીની તકો ઈ-મિથેનોલ પ્લાન્ટના કાર્યાન્વિત થવાથી સ્થાનિક સ્તરે 3,500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો સર્જાવાની માહિતી આપવામાં આવી છે. એન્જિનિયર, ટેક્નિકલ વર્કફોર્સ, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન, સપ્લાય ચેઇન સહિત વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને તેનો લાભ મળી શકે છે. આ પ્રોજેક્ટથી કચ્છની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે. ગુજરાત-આસામની ઔદ્યોગિક ભાગીદારી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ઈ-મિથેનોલ પ્રોજેક્ટને ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક સહયોગનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાત સોલાર, ગ્રીન હાઈડ્રોજન અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. તેમણે ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક તથા વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. ગ્રીન શિપિંગને મળશે વેગ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે ઈ-મિથેનોલ પ્લાન્ટથી ગુજરાત અને આસામ વચ્ચે ઔદ્યોગિક સંબંધ વધુ મજબૂત બનશે. ગ્રીન ફ્યુઅલનું સ્થાનિક સ્તરે ઉત્પાદન દરિયાઈ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બની શકે છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમથી ગ્રીન શિપિંગ ક્ષેત્રે નવી તકો ઊભી થવાની શક્યતા છે. કચ્છમાં ગ્રીન એનર્જીનું નવું ઈકોસિસ્ટમ કંડલા વિસ્તારમાં ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્સના ઉત્પાદન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટે ઈકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ઈ-મિથેનોલ પ્રોજેક્ટને આ સમગ્ર ગ્રીન એનર્જી માળખાની મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ કચ્છના ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કચ્છમાં ઇન્ડસ્ટ્રી, પોર્ટ અને રિન્યુએબલ એનર્જી સાથે હવે ગ્રીન ફ્યુઅલનો નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને લાભની અપેક્ષા ઈ-મિથેનોલ પ્લાન્ટથી માત્ર ગ્રીન ફ્યુઅલનું ઉત્પાદન જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે વેપાર, પરિવહન, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સહિતના ક્ષેત્રોમાં પણ પ્રવૃત્તિ વધવાની અપેક્ષા છે. કચ્છના સ્થાનિક યુવાનો અને ટેક્નિકલ વર્કફોર્સ માટે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. આ પ્રોજેક્ટ ગ્રીન પોર્ટ્સ, ટકાઉ દરિયાઈ પરિવહન અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કંડલા એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત

કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કંડલા એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત Kutch Chief Minister Bhupendra Patel  ભુજ/કંડલા: 150 ટી.પી.ડી. ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા. કંડલા એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ કચ્છ પધાર્યા હતા. બંને મહાનુભાવોનું કંડલા એરપોર્ટ પર ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન 150 ટી.પી.ડી. ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઈ-મિથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણ ક્ષેત્રના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કચ્છમાં યોજાનાર આ કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કંડલા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના સ્વાગત પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, દીનદયાલ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંગ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડના ચેરમેન બિકુલ ડેકા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, વેલસ્પનના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ ચિંતનભાઈ ઠાકર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીના કચ્છ પ્રવાસ દરમિયાન યોજાનારા શિલાન્યાસ કાર્યક્રમને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. કચ્છમાં ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ વચ્ચે ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમને કારણે મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ બન્યો છે. વધુ  સમાચારો  માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને ટોપરાણી પરિવારનું ₹1.75 લાખનું અનુદાન

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને ટોપરાણી પરિવારનું ₹1.75 લાખનું અનુદાન Mandvi news માંડવીમાં છેલ્લા 34 વર્ષથી અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા-મૂંગા સહિત દિવ્યાંગજનોના ઉત્કર્ષ તથા સેવાકીય કાર્યો માટે કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને મૂળ માંડવીના અને હાલમાં મસ્કત-ઓમાન ખાતે રહેતા વતનપ્રેમી ટોપરાણી પરિવાર દ્વારા ₹1.75 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ દ્વારા જરૂરિયાતમંદ અને નાદુરસ્ત તબિયત ધરાવતા લોકો માટે ઉપયોગી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી મારફતે ટોપરાણી પરિવારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ફોલ્ડિંગ પલંગ, હવાવાળા તથા પાણીવાળા ગાદલા, વ્હીલચેર, વોકર, લેટ્રીન માટેની ખુરશી, બંકોડા, યુરિન પોટ, કફ માટેના સ્યુટ તેમજ લેટ્રીન માટે કમોડ સહિતના સાધનો ટોકન ડિપોઝિટના ધોરણે વિનાભાડે ઉપયોગ માટે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રયત્નો અને પ્રેરણાથી ટોપરાણી પરિવારે સંસ્થાને ₹1.75 લાખનું અનુદાન આપ્યું હતું. આ રકમનો ચેક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીના ભાઈ તથા સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને સહમંત્રી સુલતાનભાઈ મીરને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુકરભાઈ રાણા, શ્રીમતી સરોજબેન એમ. રાણા, પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ, વર્તમાન પ્રમુખ દિનેશભાઈ શાહ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળે ટોપરાણી પરિવાર તથા પ્રેરણાદાતા ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીના વાલ્મિકી સમાજને દાતા ટોપરાણી પરિવાર તરફથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ

માંડવીના વાલ્મિકી સમાજને દાતા ટોપરાણી પરિવાર તરફથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ Mandvi News રામદેવજી મહારાજના 84મા મેળા મહોત્સવ નિમિત્તે વોટર કુલરનું લોકાર્પણ કરાયું કચ્છમાં છેલ્લા 28 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા દાતાના સહયોગથી માંડવીના વાલ્મિકી સમાજને ઠંડા પાણીનું વોટર કુલર ભેટ આપવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના 84મા મેળા મહોત્સવ દરમિયાન વોટર કુલર મળતાં વાલ્મિકી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે. મૂળ માંડવીના અને હાલમાં મસ્કત-ઓમાન ખાતે વસવાટ કરતા કચ્છ વતનપ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી)ના સહયોગથી માંડવીના કલવાણ રોડ પર ટેલિફોન એક્સચેન્જ સામે આવેલા વાલ્મિકી સમાજને આ વોટર કુલર ભેટ આપવામાં આવ્યું હતું. તા. 21 સપ્ટેમ્બર, સોમવારે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, કારોબારી સભ્ય તથા માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, કારોબારી સભ્ય તથા કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી તેમજ મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના હસ્તે વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી વાલ્મિકી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મકવાણા, ઉપપ્રમુખ મનહરભાઈ પરમાર અને મંત્રી વિજયભાઈ વાઘેલાએ વોટર કુલરનો સ્વીકાર કર્યો હતો. વાલ્મિકી સમાજના હોદ્દેદારોએ દાતા ટોપરાણી પરિવાર તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ માટે ઠંડા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં ખાસ કરીને મેળા મહોત્સવ સહિત વિવિધ પ્રસંગોએ આવતા લોકો માટે સુવિધા વધશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »