માંડવીના વાલ્મિકી સમાજને દાતા ટોપરાણી પરિવાર તરફથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ

Share:

માંડવીના વાલ્મિકી સમાજને દાતા ટોપરાણી પરિવાર તરફથી ઠંડા પાણીનું વોટર કુલર ભેટ

Mandvi News રામદેવજી મહારાજના 84મા મેળા મહોત્સવ નિમિત્તે વોટર કુલરનું લોકાર્પણ કરાયું

કચ્છમાં છેલ્લા 28 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા દાતાના સહયોગથી માંડવીના વાલ્મિકી સમાજને ઠંડા પાણીનું વોટર કુલર ભેટ આપવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના 84મા મેળા મહોત્સવ દરમિયાન વોટર કુલર મળતાં વાલ્મિકી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે.

મૂળ માંડવીના અને હાલમાં મસ્કત-ઓમાન ખાતે વસવાટ કરતા કચ્છ વતનપ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી)ના સહયોગથી માંડવીના કલવાણ રોડ પર ટેલિફોન એક્સચેન્જ સામે આવેલા વાલ્મિકી સમાજને આ વોટર કુલર ભેટ આપવામાં આવ્યું હતું.

તા. 21 સપ્ટેમ્બર, સોમવારે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, કારોબારી સભ્ય તથા માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, કારોબારી સભ્ય તથા કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી તેમજ મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના હસ્તે વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માંડવી વાલ્મિકી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મકવાણા, ઉપપ્રમુખ મનહરભાઈ પરમાર અને મંત્રી વિજયભાઈ વાઘેલાએ વોટર કુલરનો સ્વીકાર કર્યો હતો.

વાલ્મિકી સમાજના હોદ્દેદારોએ દાતા ટોપરાણી પરિવાર તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ માટે ઠંડા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં ખાસ કરીને મેળા મહોત્સવ સહિત વિવિધ પ્રસંગોએ આવતા લોકો માટે સુવિધા વધશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें