માંડવી BSFને દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Share:

માંડવી BSFને દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

BSF કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાના સહયોગથી માંડવી સ્થિત BSFને ઘાસકટર અર્પણ કરવાનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે તા. 26 સપ્ટેમ્બરના રોજ રંગેચંગે યોજાયો હતો.

કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માંડવી BSF તરફથી ઘાસકટરની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને દાતા પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી, હાલ મુંબઈ તરફથી, નિલેશભાઈ વાસાણી (નાની વિરાણી, માંડવી)ના હસ્તે BSFને ઘાસકટર અર્પણ કરવામાં આવ્યું છે.

સમિતિના કારોબારી સભ્ય તથા માંડવીના દિનેશભાઈ શાહ અને કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ઘાસકટરથી BSF પરિસરમાં વધારાનું ઘાસ સરળતાથી કાપી શકાશે તેમજ પરિસરમાં લેવલિંગ થવાથી સ્વચ્છતા અને શોભામાં પણ વધારો થશે.
આ પ્રસંગે ભુપેન્દ્રભાઈ સલાટ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા તથા મંત્રી સલીમભાઈ ચાકીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. સંદીપભાઈ માલમ પણ કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.

માંડવી BSF ના અધિકારીઓ અને જવાનોએ ઘાસકટર અર્પણ કરવા બદલ દાતા તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ–ગોધરાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સામાજિક સહયોગ અને સેવાભાવના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें