Author: Indian Sociologist Live

ભુજમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ સભા: PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ લેવાયો

ભુજમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ સભા: PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ લેવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સુશાસનના 25 વર્ષની ઉજવણી અંતર્ગત ભુજની લાલન કોલેજ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે વર્ષ 2047 સુધી ભારતને ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાના સંકલ્પ સાથે નાગરિકોને જોડાવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કચ્છના ભૂકંપ બાદ થયેલા પુનઃનિર્માણ અને વિકાસને યાદ કરતાં જણાવ્યું હતું કે, કચ્છની પુનઃનિર્માણની શક્તિ તેમના જાહેર જીવનની મોટી પ્રેરણા રહી છે. આ પ્રસંગે પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આયુષ્માન ભારત સહિતની યોજનાઓથી લાભાર્થીઓને મળતી આરોગ્ય અને સામાજિક સુરક્ષા અંગે વાત કરી હતી. તેમણે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ નાગરિકોને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા શપથ લઈને પોતાના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ, ભુજ નગરપતિ શીતલભાઈ શાહ, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ભાજપના આગેવાનો દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ તેમજ કલેક્ટર અનિલ રાણાવસિયા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સૂંડા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

કચ્છમાં પદયાત્રીઓનો ધસારો: માતાના મઢ તરફ ભક્તોની યાત્રા, રસ્તાઓ પર ભક્તિમય માહોલ

કચ્છમાં પદયાત્રીઓનો ધસારો: માતાના મઢ તરફ ભક્તોની યાત્રા, રસ્તાઓ પર ભક્તિમય માહોલ Kutch Padyatra કચ્છમાં માતાજીની ભક્તિ સાથે જોડાયેલી પદયાત્રાઓનું વિશેષ મહત્વ છે. આશાપુરા માતાજીના દર્શન માટે વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે. યાત્રાળુઓના સતત આગમનથી ભુજ સહિત કચ્છના માર્ગો પર ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે પદયાત્રીઓ આશાપુરા માતાજીના દર્શન માટે કચ્છ ઉપરાંત બહારના વિસ્તારોમાંથી પણ ભક્તો યાત્રા માટે નીકળે છે. કેટલાક શ્રદ્ધાળુઓ લાંબું અંતર પગપાળા કાપીને માતાના મઢ પહોંચવાનો સંકલ્પ લે છે. Kutch Padyatra યાત્રા દરમિયાન રસ્તામાં ભક્તોના સમૂહો જોવા મળે છે. કેટલાક લોકો પરિવાર સાથે તો કેટલાક સંગઠિત જૂથ સાથે પદયાત્રામાં જોડાય છે. ભક્તિ સાથે મુશ્કેલ મુસાફરી પણ પદયાત્રા દરમિયાન લાંબું અંતર પગપાળા કાપવું પડતું હોવાથી યાત્રાળુઓ માટે આ યાત્રા શ્રદ્ધા સાથે ધૈર્યની પણ કસોટી બને છે. રસ્તામાં આરામ, પાણી અને જરૂરી ખોરાકની વ્યવસ્થા યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ બને છે. ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા આવા માર્ગો પર યાત્રાળુઓ માટે પાણી, ચા-નાસ્તો તથા આરામની વ્યવસ્થા કરવામાં આવે છે. ભુજ સહિતના વિસ્તારોમાં જોવા મળે છે યાત્રાળુઓની અવરજવર માતાના મઢ તરફ જતા માર્ગો પર પદયાત્રીઓની સંખ્યા વધતા ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં તેમની અવરજવર જોવા મળે છે. રાત્રિના સમયે પણ કેટલાક યાત્રાળુઓ પગપાળા આગળ વધતા હોય છે. પદયાત્રીઓના સમૂહો સાથે ભક્તિગીતો અને જય માતાજીના જયઘોષથી વાતાવરણમાં ધાર્મિક માહોલ સર્જાય છે. કચ્છની ધાર્મિક પરંપરામાં પદયાત્રાનું મહત્વ કચ્છમાં આશાપુરા માતાજી પ્રત્યે લોકોની ઊંડી આસ્થા છે. માતાના મઢ ખાતે દર્શન કરવા માટે દૂરના વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ પદયાત્રાને પોતાની શ્રદ્ધા અને સંકલ્પ સાથે જોડે છે. આવી યાત્રાઓ માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ લોકોમાં પરસ્પર સહકાર અને સેવાભાવનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. યાત્રાળુઓ માટે સાવચેતી જરૂરી લાંબી પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પૂરતું પાણી પીવું, થાક લાગે ત્યારે આરામ કરવો અને રાત્રિના સમયે વાહનવ્યવહારથી સુરક્ષિત અંતર જાળવવું જરૂરી છે. ખાસ કરીને રસ્તા પર ચાલતા પદયાત્રીઓ માટે reflective કપડાં અથવા ટોર્ચનો ઉપયોગ રાત્રિના સમયે સુરક્ષામાં મદદરૂપ બની શકે છે. આશાપુરા માતાજીના દર્શન માટે નીકળેલી પદયાત્રાઓ કચ્છની ધાર્મિક આસ્થા અને પરંપરાની એક વિશિષ્ટ ઝલક આપે છે. ભક્તો લાંબું અંતર કાપીને માતાના ચરણોમાં પહોંચવાની શ્રદ્ધા સાથે પોતાની યાત્રા પૂર્ણ કરે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

શારદીય Navratri 2026: 11 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો 9 દિવસનું મહત્વ અને માતાજીના 9 સ્વરૂપ

શારદીય Navratri 2026: 11 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો 9 દિવસનું મહત્વ અને માતાજીના 9 સ્વરૂપ Navratri 2026 હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ખાસ કરીને શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ભક્તિ સાથે સાથે ગરબા અને ડાંડીયા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. Navratri 2026 ક્યારે શરૂ થશે? વર્ષ 2026માં શારદીય નવરાત્રીની શરૂઆત 11 ઓક્ટોબર, 2026, રવિવારથી થશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. 19 ઓક્ટોબરે દુર્ગાષ્ટમી અને મહાનવમીના ધાર્મિક પ્રસંગો રહેશે, જ્યારે 20 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે. નવરાત્રી દરમિયાન ભક્તો ઉપવાસ, પૂજા, આરતી અને માતાજીની આરાધના કરીને આશીર્વાદ મેળવે છે. નવરાત્રીના 9 દિવસ અને માતાજીના 9 સ્વરૂપ નવરાત્રીના દરેક દિવસે દેવી દુર્ગાના અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ નવ સ્વરૂપોને નવદુર્ગા કહેવામાં આવે છે. 1. માતા શૈલપુત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમને શક્તિ અને ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. 2. માતા બ્રહ્મચારિણી બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની આરાધના થાય છે. માતાનું આ સ્વરૂપ તપ, ધૈર્ય અને સંયમનું પ્રતીક માનવામાં આવે છે. 3. માતા ચંદ્રઘંટા ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ શાંતિ અને સાહસ સાથે જોડાયેલું છે. 4. માતા કુષ્માંડા ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમને સૃષ્ટિની ઊર્જા સાથે જોડવામાં આવે છે. 5. માતા સ્કંદમાતા પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ માતૃત્વ અને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે. 6. માતા કાત્યાયની છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધના કરવામાં આવે છે. તેમને શક્તિ અને પરાક્રમનું સ્વરૂપ માનવામાં આવે છે. 7. માતા કાલરાત્રી સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ નકારાત્મક શક્તિઓના નાશ સાથે જોડાયેલું છે. 8. માતા મહાગૌરી આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. 9. માતા સિદ્ધિદાત્રી નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમને સિદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ આપનાર દેવી તરીકે પૂજવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રીનું વિશેષ મહત્વ ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી વિવિધ સ્થળોએ ગરબા અને ડાંડીયાના કાર્યક્રમો યોજાય છે. લોકો પરંપરાગત ચણિયાચોળી, કેડિયું અને અન્ય રંગબેરંગી વસ્ત્રો પહેરીને ગરબે રમે છે. માતાજીની આરતી અને ગરબા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ગુજરાતના મોટા શહેરોથી લઈને નાના ગામડાં સુધી નવરાત્રી દરમિયાન ગરબાની રમઝટ જોવા મળે છે. નવરાત્રી દરમિયાન શું કરવામાં આવે છે? નવરાત્રી દરમિયાન ઘણા લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપવાસ રાખે છે. કેટલાક લોકો નવ દિવસ સાત્વિક આહાર લે છે. ઘરોમાં માતાજીની સ્થાપના કરીને પૂજા અને આરતી કરવામાં આવે છે. ભક્તો માતાજીના મંત્રોનો જાપ કરે છે અને પરિવારની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. નવરાત્રીનું ધાર્મિક મહત્વ નવરાત્રીને શક્તિની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે. માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના દ્વારા ભક્તો સકારાત્મકતા, શક્તિ અને આત્મવિશ્વાસ મેળવવાની પ્રાર્થના કરે છે. નવરાત્રીનો મુખ્ય સંદેશ એ છે કે સત્ય અને સદાચારનો અંતે વિજય થાય છે અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. Navratri 2026 દરમિયાન ગરબા અને ડાંડીયા ગુજરાતની ઓળખ બની ગયેલો ગરબા નવરાત્રીનો સૌથી લોકપ્રિય ભાગ છે. રાત્રિના સમયે લોકો સંગીતના તાલે ગરબા અને ડાંડીયા રમે છે. પરંપરાગત ગરબા સાથે આજના સમયમાં મોટા આયોજનો, થીમ આધારિત ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. શારદીય નવરાત્રી ભક્તિ, શક્તિ અને ઉત્સાહનો પવિત્ર તહેવાર છે. માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના સાથે ઉજવાતો આ પર્વ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

મુન્દ્રામાં અદાણી પરિવાર દ્વારા ભવ્ય ‘પાંજી નવરાત્રી’ મહોત્સવનું આયોજન, બોલીવુડ ગીતો વિના થશે માતાજીની આરાધના

મુન્દ્રામાં અદાણી પરિવાર દ્વારા ભવ્ય ‘પાંજી નવરાત્રી’ મહોત્સવનું આયોજન, બોલીવુડ ગીતો વિના થશે માતાજીની આરાધના Navratri Festival 11થી 19 ઓક્ટોબર દરમિયાન ગુંદાલા રોડ પર યોજાશે નવરાત્રી મહોત્સવ, વિશાલ ગઢવી, વંદના ગઢવી સહિતના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.‍ ‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીને સંગ’ના સૂત્ર સાથે યોજાનારા આ મહોત્સવમાં ગરબા, રાસ અને ભજનો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નવરાત્રી મહોત્સવમાં બોલીવુડ ગીતો વિના પરંપરાગત અને ધાર્મિક ગીતો સાથે ગરબાનું આયોજન કરાયું છે. થોડા સમય પહેલાં મુન્દ્રા તાલુકાના શિરાચા ગામ નજીક ભવ્ય કથાનું આયોજન કરનાર અદાણી ફાઉન્ડેશન દ્વારા હવે મુન્દ્રા તાલુકા સહિત સમગ્ર કચ્છના ગરબા પ્રેમીઓને જોડવાના ઉદ્દેશ્યથી આ વિશાળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 11થી 19 ઓક્ટોબર દરમિયાન દરરોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન થશે. આ મહોત્સવમાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. મુન્દ્રાના શાંતિવન ખાતે પત્રકાર પરિષદ યોજીને અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડા, કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ જયદીપ શાહ, રમેશ મહેશ્વરી અને અદાણી ફાઉન્ડેશનના કિશોર ચાવડાએ મહોત્સવ અંગેની વિગતો આપી હતી. આ પ્રસંગે મહોત્સવમાં જોડાનારા કલાકારોએ પણ ઉત્સાહ વ્યક્ત કરી વધુમાં વધુ લોકો માતાજીની આરાધનામાં જોડાય તેવી અપીલ કરી હતી. મુન્દ્રાના ગુંદાલા રોડ પર કોમ્પ્લેક્સ મલ્ટીપ્લેક્સની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં યોજાનારા આ મહોત્સવમાં વિશાલ ગઢવી, વંદના ગઢવી, જીગ્નેશ ગઢવી, દેવલ ગઢવી સહિતના જાણીતા કલાકારો પોતાની રજૂઆતથી ગરબા પ્રેમીઓને ઝૂમાવશે. પરંપરાગત ગરબા, રાસ અને ભક્તિ સંગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા આ નવરાત્રી મહોત્સવમાં મુન્દ્રા સહિત કચ્છભરના લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપેક્ષા છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દરશડીમાં નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન નિમિત્તે Super Six ક્રિકેટ ટુર્નામેન્ટ

દરશડીમાં નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન નિમિત્તે Super Six ક્રિકેટ ટુર્નામેન્ટ Mandvi News વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ.પૂ. નરેશમુનિ ‘આનંદ’ મ.સા.ના 69મા જન્મદિન નિમિત્તે માંડવી તાલુકાના દરશડી ગામે વિશેષ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ દરશડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે Super Six Cricket Tournament યોજાશે. આ ટુર્નામેન્ટમાં દરશડી તેમજ મમાયમોરા ગામના ક્રિકેટપ્રેમી રમતવીરો ભાગ લેશે અને મેદાન પર પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કરશે. બંને ગામના ખેલાડીઓ વચ્ચે યોજાનારી આ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટનું આયોજન પ.પૂ. નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ યુવાનોને રમતગમત સાથે જોડવાના હેતુથી કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ ક્રિકેટ જેવી રમત યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત અને રમતગમતની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માતૃશ્રી સુંદરબેન રતનશી દેવશી ગાલા પરિવારના સૌજન્યથી કરવામાં આવ્યું છે. નાનાભડિયા ગામના શ્રીમતી પ્રફુલાબેન રમણીકભાઈ ગાલા પરિવાર દ્વારા આ આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા રમતવીરોને આપવામાં આવનાર ભેટો માટે શ્રીમતી રસીલાબેન શાંતિલાલ ચનાભાઈ ગાલા પરિવાર (ભોજાયવાલા) દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ શાહે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે અને ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન

માંડવીમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન Mandvi News માંડવીના શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ધાર્મિક પરંપરા અંતર્ગત ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 8:30 કલાકે શીતલ-પાર્શ્વ જિનાલય સ્થિત કલાપ્રભસૂરી આરાધના ભવન ખાતે યોજાશે. આ કાર્યક્રમ પ.પૂ. સાધ્વીશ્રી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદિ ઠાણા-3ની પાવન નિશ્રામાં યોજાનાર છે. પર્યુષણ મહાપર્વ દરમિયાન ભગવાનની આરાધના અને ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી સ્નાત્ર મહોત્સવને ધાર્મિક ભાવના સાથે વિશિષ્ટ રીતે આયોજિત કરવામાં આવ્યો છે. સ્નાત્ર મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાલિકાઓ દ્વારા 14 સપનાનું નૃત્ય, 56 દીકકુમારીકાઓ દ્વારા વિશેષ નૃત્ય તથા અન્ય ભક્તિમય રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ ભગવાનના ફઈબા, માસીઓ તેમજ બહેનના સ્વરૂપે ભક્તિભાવ સાથે ધાર્મિક વિધિઓમાં જોડાવાનો ભાવિકોને અવસર મળશે. કાર્યક્રમમાં 64 ઈન્દ્ર દ્વારા ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગના દર્શન અને ભક્તિનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જૈન સમાજના ભાવિકોને રવિવારે સમયસર સ્નાત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ગુરુભક્ત પરિવાર તરફથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ ભાવિકોની વિશિષ્ટ અનુમોદના કરવામાં આવશે. પર્યુષણ મહાપર્વની પવિત્ર ભાવનાને અનુરૂપ યોજાનાર આ સ્નાત્ર મહોત્સવમાં ધાર્મિક ભક્તિ, આરાધના અને સામૂહિક શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

હમીરસર તળાવ અને દાદા – દાદી પાર્ક ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સેવા મારૂ યોગદાન” અભિયાન હેઠળ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.

હમીરસર તળાવ અને દાદા – દાદી પાર્ક ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સેવા મારૂ યોગદાન” અભિયાન હેઠળ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો. Seva Maru Yogdan માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળની સેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે 2 ઓકટોબર મહાત્મા ગાંધીજી ના જન્મ જયંતી દિને યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ કચ્છ લોકસભા, ભુજ નગરપાલિકા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ દાદા – દાદી પાર્ક ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિશાળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. Seva Maru Yogdan આ સફાઈ ઝુંબેશમાં વિવિધ સામાજિક, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કાર્યકરોએ ઉત્સાહભેર સહભાગી થઈ હમીરસર તળાવ અને તળાવ તટે આવેલ દાદા – દાદી પાર્ક અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે સૌએ શ્રમદાન કર્યું હતું. હાલમાં પૂર્ણ થયેલ ગણેશોત્સવ સમયે લોકો તરફ થી કરવામાં આવેલ ગણેશજી ની મૂર્તિઓ હટાવવામાં આવેલ હતી. મોદી સાહેબના સ્વપ્ન “પ્લાસ્ટિક મુક્ત ભારત” અંતર્ગત નોન પ્લાસ્ટિક થેલીઓનું વિતરણ કરવામાં આવેલ હતું. Seva Maru Yogdan  આ કાર્યક્રમમાં સહભાગી સંસ્થાઓમાં મુખ્યત્વે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ નગર સેવા સદન, ચેમ્બર્સ ઓફ કોમર્સ–ભુજ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ, રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ મિડ ટાઉન, રોટરી ક્લબ ઓફ ભુજ વિબગ્યોર, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ઉર્જા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ સહિતની વિવિધ સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘સેવા સંકલ્પ અભિયાન’ ના સંકલ્પ સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. સફાઈ ઝુંબેશમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો, સભ્યો અને સ્વયંસેવકોની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને સામૂહિક જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. “સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી છે” તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.  આ પ્રસંગે કાર્યક્રમ Seva Maru Yogdan  દરમ્યાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી કેશુભાઈ પટેલ ધરાસભ્યશ્રી ભુજ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઈ ખંડોલ તથા સર્વશ્રી મિતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી, અશોકભાઇ હાથી, મનુભા જાડેજા, જયંતભાઈ ઠક્કર, પ્રકાશભાઇ મહેશ્વરી, નરેશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, મયુરસિંહ જાડેજા, ધીરેનભાઈ લાલન, સંદીપભાઈ શાહ, આશિકાબેન ભટ્ટ, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, હસમિતાબેન ગોર, વિરમભાઇ આહીર, હિતેશભાઈ ગોસ્વામી, માનશીબેન સંઘવી, પ્રફુલસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ડોટર્સ ડે નિમિત્તે માંડવીમાં 28 વિદ્યાર્થીનીઓનું સન્માન, કોમ્પ્યુટર કોર્ષના સર્ટિફિકેટ એનાયત

ડોટર્સ ડે નિમિત્તે માંડવીમાં 28 વિદ્યાર્થીનીઓનું સન્માન, કોમ્પ્યુટર કોર્ષના સર્ટિફિકેટ એનાયત Mandvi News ડોટર્સ ડે નિમિત્તે માંડવીમાં દીકરીઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહિત કરતું સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. અનુમોદના ટ્રસ્ટ દ્વારા સેવા મંડળ ખાતે ચલાવવામાં આવતા કોમ્પ્યુટર ક્લાસમાં કોર્ષ પૂર્ણ કરનાર આશરે 28 વિદ્યાર્થીનીઓને સરકાર માન્ય સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. મૂળ માંડવીના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા દાતા ડો. ધીરજભાઈ શાહના સૌજન્યથી અનુમોદના ટ્રસ્ટ દ્વારા સેવા મંડળ ખાતે ટોકન ફી સાથે કોમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે. આ તાલીમના માધ્યમથી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું પ્રાથમિક તથા ઉપયોગી જ્ઞાન મેળવવાની તક મળી રહી છે. વિદ્યાર્થીનીઓનું વિશેષ સન્માન ડોટર્સ ડેના અવસરને યાદગાર બનાવવા માટે કોર્ષ પૂર્ણ કરનાર 28 જેટલી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી પરત કરવામાં આવી હતી અને પ્રોત્સાહનરૂપે બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી ચંદ્રસેનભાઈ શાહ, દિનેશભાઈ એમ. શાહ, જયેશભાઈ શાહ, વિનયભાઈ ટોપરાણી, આરતીબેન જાડેજા અને દિપકભાઈ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ તથા સન્માન આપવામાં આવ્યું હતું. દાતાશ્રીઓએ પાઠવી શુભેચ્છાઓ આ કાર્યક્રમ દરમિયાન ભુજથી નીતિનભાઈ શાહ અને લક્ષ્મીકાંતભાઈ શાહ, જ્યારે માંડવીથી ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ અને ભાવીનભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દીકરીઓને શિક્ષણની સાથે કોમ્પ્યુટર જેવી આધુનિક કૌશલ્ય તાલીમ મળે અને તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે તે દિશામાં આવા પ્રયાસો મહત્વપૂર્ણ બની રહ્યા છે. ડોટર્સ ડેના દિવસે વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન આપી કરવામાં આવેલું આ સન્માન કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

માંડવીના જૈન આશ્રમને શિક્ષિકાની અનોખી ભેટ, 300 લીટરનો ફ્રીઝ અર્પણ

માંડવીના જૈન આશ્રમને શિક્ષિકાની અનોખી ભેટ, 300 લીટરનો ફ્રીઝ અર્પણ Mandvi News  માંડવીના મેઘજી સોજપાલ જૈન આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી એક શિક્ષિકાએ સેવાભાવી પહેલ કરી છે. માંડવીની શિક્ષિકા શ્રીમતી દિપાલીબેન કુમારપાળ શાહે આશ્રમને 300 લીટરનો ફ્રીઝ ભેટ આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સેવા કાર્ય નિવૃત્ત શિક્ષિકા સ્વ. કુસુમબેન હેમેન્દ્રભાઈ શાહની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. દિપાલીબેન શાહ દ્વારા આપવામાં આવેલા ફ્રીઝથી આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળશે. દિપાલીબેન કુમારપાળ શાહ હાલમાં માંડવી શહેરની પ્રો. કે.ટી. શાહ પ્રાથમિક શાળા (મસ્કા ઓકટ્રોય પ્રાથમિક શાળા)માં શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે સ્વ. કુસુમબેન હેમેન્દ્રભાઈ શાહ જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની શાળા નં. 4 એટલે કે ટોપરાણી પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષિકા હતાં. આ સેવાકીય પ્રવૃત્તિ અંગે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોની સુવિધામાં વધારો થાય તે માટે કરવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય છે. આ પ્રસંગે દાતા દિપાલીબેન કુમારપાળ શાહ સાથે શ્રીમતી ચંદનબેન દિલીપભાઈ જૈન, શ્રીમતી પૂર્વીબેન જીગરભાઈ જૈન, દિપેશભાઈ પી. શાહ અને દિપેશભાઈ દોશી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેઘજી સોજપાલ જૈન આશ્રમના મેનેજર અનિલભાઈ ટાંકે આશ્રમ માટે ફ્રીઝ ભેટ આપનાર દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમમાં રહેતા દિવ્યાંગોની સુવિધા માટે કરવામાં આવેલી આ પ્રકારની સેવાભાવી કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. સેવા અને માનવતાનો આ સંદેશ સમાજમાં અન્ય લોકોને પણ જરૂરિયાતમંદોની મદદ માટે પ્રેરણા આપે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

ટ્રાફિકના ઈ-ચલણનો દંડ હવે વીજ બિલમાં ઉમેરાશે? સુપ્રીમ કોર્ટમાં નવી પદ્ધતિ અંગે ચર્ચા

ટ્રાફિકના ઈ-ચલણનો દંડ હવે વીજ બિલમાં ઉમેરાશે? સુપ્રીમ કોર્ટમાં નવી પદ્ધતિ અંગે ચર્ચા Traffic E-Challan ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ કરવામાં આવતા ઈ-ચલણની રકમની વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. લાંબા સમયથી બાકી રહેલા ટ્રાફિક દંડની વસૂલાત માટે કડક પગલાં લેવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ દરમિયાન દંડની રકમને વીજળીના બિલ જેવા અન્ય સરકારી લેણાં સાથે જોડવાની પદ્ધતિ અંગે પણ સૂચન કરવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઈ-ચલણની બાકી રકમની વસૂલાત માટે અધિકારીઓને જરૂરી પગલાં લેવા અંગે ભાર મૂકવામાં આવ્યો છે. અદાલતે વાહનોની રેન્ડમ તપાસ કરવા અને જો ઈ-ચલણની રકમ ચૂકવવામાં આવી ન હોય તો જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ નિર્દેશ આપ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. વીજ બિલ સાથે ઈ-ચલણ જોડવાની પદ્ધતિ પર વિચાર અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ટ્રાફિક દંડની વસૂલાત માટે નવી પદ્ધતિ અંગે સૂચન કર્યું હતું. તેમાં બાકી ઈ-ચલણની રકમને વીજળીના બિલ જેવા અન્ય સરકારી લેણાં સાથે જોડીને વસૂલાત કરવાની શક્યતા અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ પ્રકારની વ્યવસ્થા અમલમાં આવે તો બાકી રહેલા ટ્રાફિક દંડની વસૂલાત સરળ બની શકે છે. જોકે, હાલમાં ઈ-ચલણનો દંડ સીધો વીજ બિલમાં ઉમેરવાનો કોઈ સામાન્ય નિયમ લાગુ થયો હોવાનું આ અહેવાલમાં જણાવાયું નથી. આ મુદ્દે માત્ર પદ્ધતિ અંગે વિચારણા અને સૂચન કરવામાં આવ્યું હોવાનું સમજાય છે. લાખો ઈ-ચલણ છતાં વસૂલાતનો પ્રશ્ન અહેવાલમાં જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા હજારો અને લાખોની સંખ્યામાં ઈ-ચલણ જારી કરી શકાય છે, પરંતુ તેમાંથી કેટલાક દંડની રકમ સમયસર વસૂલાત થતી નથી. જેના કારણે બાકી ઈ-ચલણની વસૂલાત સરકાર અને સંબંધિત તંત્ર માટે મોટો પડકાર બની રહી છે. સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઈ-ચલણ પેટે અંદાજે ₹45,000 કરોડની વસૂલાત બાકી છે. જ્યારે અત્યાર સુધીમાં આશરે ₹25,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. આગળ શું થઈ શકે? ઈ-ચલણની બાકી રકમની વસૂલાત માટે વાહન તપાસ, બાકી દંડની ઓળખ અને અન્ય સરકારી લેણાં સાથે જોડાણ જેવી વિવિધ પદ્ધતિઓ પર વિચાર થઈ શકે છે. જો આવી કોઈ નવી વ્યવસ્થા અંગે સત્તાવાર નિર્ણય લેવાશે તો તેની અમલવારી અંગે અલગથી નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »