કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન

Share:

કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન

Mandvi News ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારે કંડલાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન માંડવીના ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ મુખ્યમંત્રીને ‘કચ્છી હિન્દી પાઠાવલી’ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ તા. 16 સપ્ટેમ્બરના રોજ ભુજ ખાતે BSFના મુખ્યાલયમાં ‘કચ્છી હિન્દી પાઠાવલી ભાગ-6’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પાઠાવલીનું વિમોચન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

કચ્છી ભાષા અને સાહિત્યના સંવર્ધન સાથે હિન્દી ભાષાના જ્ઞાનને પ્રોત્સાહન આપવાના હેતુથી પાઠાવલીનું પ્રકાશન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રીને પાઠાવલી અર્પણ કરી સન્માન કરવામાં આવતા આ પ્રસંગને કચ્છી ભાષા-સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें