
પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, જીમ સંચાલક પર પાંચ રાઉન્ડ ગોળીબાર
Patan Firing News પાટણના હાસાપુર વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી છે. ખાનગી જીમના માલિક દલપતસિંહ પરમાર પર બાઈક પર આવેલા એક અજાણ્યા બુકાનીધારી શખ્સે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં દલપતસિંહ પરમારનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી છ ખાલી કારતૂસ કબજે કર્યા છે. હાલ FSLની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અથવા જમીન વિવાદને લઈને ફાયરિંગ થયું હોવાની શક્યતા સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે.









