
બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા: ઢાકા એરપોર્ટ નજીક બોમ્બ ધડાકો, રાહદારીઓ ઘાયલ
Bangladesh Violence બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. રાજધાની ઢાકામાં આવેલા હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક સોમવારે રાત્રે બોમ્બ ધડાકો થયો હતો. આ ઘટનામાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અસામાજિક તત્ત્વોએ એક ફ્લાયઓવર પરથી બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શેખ હસીનાના સંભવિત વાપસી વચ્ચે સુરક્ષા વધારાઈ
પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીની ચર્ચાઓ વચ્ચે બાંગ્લાદેશમાં રાજકીય તણાવ અને હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
રાજધાની ઢાકા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આશરે 2,000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
હાલમાં આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.









