હોલિવૂડ અભિનેતા ક્રિશ્ચિયન કઝિન્સનું નિધન, ફિલ્મ જગતમાં શોકની લાગણી

Share:

હોલિવૂડ અભિનેતા ક્રિશ્ચિયન કઝિન્સનું નિધન, ફિલ્મ જગતમાં શોકની લાગણી

Christian Cousins Death હોલિવૂડ ફિલ્મ અને ટેલિવિઝન જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા ક્રિશ્ચિયન કઝિન્સનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર તેમના સાવકા ભાઈ દ્વારા આપવામાં આવ્યા છે. આ સમાચારથી તેમના ચાહકો અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

‘હાઈવે ટુ હેવન’થી શરૂ કરી હતી અભિનયની સફર

ક્રિશ્ચિયન કઝિન્સે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ‘હાઈવે ટુ હેવન’થી કરી હતી. ત્યારબાદ તેમણે મનોરંજન ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી અને અનેક ટેલિવિઝન શો તથા ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

જોડિયા ભાઈ સાથે પણ કર્યું હતું કામ

અભિનેતા ક્રિશ્ચિયને પોતાના જોડિયા ભાઈ સાથે મળીને અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. તેમની નોંધપાત્ર કૃતિઓમાં ‘ફાધર ડાઉલિંગ મિસ્ટ્રીઝ‘, ‘એમ્પ્ટી નેસ્ટ‘, ‘ક્રિટર્સ 3′ અને ‘એરી, ઇન્ડિયાના‘ જેવા ટીવી શો તથા ફિલ્મોનો સમાવેશ થાય છે.

ક્રિશ્ચિયન કઝિન્સના નિધનના સમાચારથી તેમના અભિનયને પસંદ કરનારા ચાહકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જોકે, તેમના નિધનનું કારણ અને અન્ય વિગતો અંગે હજુ વધુ સત્તાવાર માહિતી સામે આવી નથી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें