
સુરતમાં સ્પા પર પોલીસના દરોડા દરમિયાન સંચાલકે ચોથા માળેથી લગાવી છલાંગ, સારવાર દરમિયાન મોત
Surat Spa Raid News સુરતના વેસુ વિસ્તારમાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવેમ્બરના રોજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ સ્પા સેન્ટર પર દરોડો પાડવા પહોંચી હતી. આ દરમિયાન પોલીસને જોઈને ગભરાયેલા સ્પા સંચાલક રાજેશ રઘુવરસિંહે બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી હતી.
ચોથા માળેથી નીચે પટકાતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









