રશિયામાં સેનાનું વિમાન ક્રેશ, તમામ 9 લોકોનાં મોત

Share:

રશિયામાં સેનાનું વિમાન ક્રેશ, તમામ 9 લોકોનાં મોત

Russia Plane Crash રશિયાના દક્ષિણ-પશ્ચિમ સાઇબેરિયાના કેમેરોવો વિસ્તારમાં મંગળવારે સેનાનું An-12 પરિવહન વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

રશિયન મીડિયા ઇઝવેસ્ટિયાના અહેવાલ અનુસાર, કેમેરોવોના ગવર્નર ઇલ્યા સેરેદ્યુકે યાગુનોવો ગામ નજીક વિમાન દુર્ઘટના બની હોવાની પુષ્ટિ કરી હતી.

જોકે, આ વિમાન દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें