અમદાવાદમાં સ્પીકરના અવાજ મુદ્દે બબાલ, વકીલ યુવક પર પ્લાસ્ટિકના કેરેટથી હુમલો

Share:

અમદાવાદમાં સ્પીકરના અવાજ મુદ્દે બબાલ, વકીલ યુવક પર પ્લાસ્ટિકના કેરેટથી હુમલો

Ahmedabad News: શહેરના જુહાપુરા વિસ્તારમાં રિક્ષામાં વગાડવામાં આવતા સ્પીકરના અવાજને લઈને થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ બીજા દિવસે મારામારી સુધી પહોંચતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે રિક્ષાના સ્પીકરમાંથી આવતા મોટા અવાજને લઈને એક વકીલ યુવકે વાંધો ઉઠાવ્યો હતો અને સ્પીકર બંધ કરાવ્યું હતું. આ બાબતનો રોષ રાખીને બીજા દિવસે બે શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પ્લાસ્ટિકના કેરેટ વડે યુવકને માર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

યુવકને બચાવવા માટે પરિવારના સભ્યો વચ્ચે પડતાં તેમની સાથે પણ આરોપીઓએ ઝપાઝપી કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें