Author: Indian Sociologist Live

કચ્છમાં મેલેરિયા-ડેન્ગ્યૂના કેસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ, 25 વેક્ટર કન્ટ્રોલ ટીમોને મંજૂરી

કચ્છમાં મેલેરિયા-ડેન્ગ્યૂના કેસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ, 25 વેક્ટર કન્ટ્રોલ ટીમોને મંજૂરી કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી 6 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તાજેતરના વરસાદ બાદ મચ્છરોના ઉપદ્રવમાં વધારો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્ટર કન્ટ્રોલની કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરથી કચ્છ જિલ્લામાં વેક્ટર કન્ટ્રોલ માટે કુલ 25 ટીમોને મંજૂરી આપવામાં આવી છે. આ ટીમો દ્વારા મચ્છરોના ઉત્પત્તિસ્થળો શોધવા, જરૂરી નિયંત્રણ કામગીરી કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવશે. ભુજ અને ગાંધીધામમાં ખાસ ટીમો તૈનાત થશે મંજૂર થયેલી ટીમોમાંથી ભુજ તાલુકા માટે 7 ટીમો, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તાર માટે 5 ટીમો કામગીરી કરશે. વરસાદ બાદ પાણી ભરાવાના સ્થળો અને મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ બનેલા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવા અને મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કચ્છમાં મેલેરિયાના 32 કેસ જાન્યુઆરીથી 6 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ કચ્છ જિલ્લામાં મેલેરિયાના કુલ 32 કેસ નોંધાયા છે. તેમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં 25 અને શહેરી વિસ્તારોમાં 6 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં જણાવાયું છે. તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ભુજમાં 3, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 1, મુંદરામાં 4, અંજાર, માંડવી અને રાપરમાં 3-3 તથા અબડાસામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે લખપત તાલુકામાં આ સમયગાળા દરમિયાન મેલેરિયાનો એકપણ કેસ નોંધાયો નથી. ડેન્ગ્યૂના 26 કેસ નોંધાયા આ સમયગાળા દરમિયાન કચ્છમાં ડેન્ગ્યૂના પણ 26 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ભુજ તાલુકામાં નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ભુજમાં ડેન્ગ્યૂના 13 કેસ, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 4 અને અંજારમાં 4 કેસ નોંધાયા છે. મુંદરામાં 3 કેસ જ્યારે લખપત અને ભચાઉ તાલુકામાં એક-એક કેસ નોંધાયો છે. વરસાદ બાદ મચ્છર ઉત્પત્તિ પર ખાસ નજર તાજેતરમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ બાદ ખાડા, ખુલ્લા વાસણો, ટાંકા અને અન્ય જગ્યાએ પાણી ભરાઈ રહે તો મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત હોટસ્પોટ વિસ્તારોમાં વેક્ટર કન્ટ્રોલની કામગીરીને વધુ અસરકારક બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોની સ્થિતિ પર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યો છે. વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ અને નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Read More »

કચ્છમાં ચોમાસાની વિદાય પહેલાં વરસાદી ધમાકો! ભુજ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર ઝાપટાં

કચ્છમાં ચોમાસાની વિદાય પહેલાં વરસાદી ધમાકો! ભુજ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર ઝાપટાં Kutch Rain કચ્છમાં ચોમાસાની વિદાયના સંકેતો વચ્ચે રવિવારની સાંજે અચાનક હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ સાંજ પડતાં કચ્છના વિવિધ વિસ્તારોમાં પવન, વીજળી અને વરસાદી ઝાપટાંનું આગમન થયું હતું. ભુજ, રાપર, ભચાઉ, ગાંધીધામ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.   હવામાનમાં આવેલા આ પલટા પાછળ સ્થાનિક હવામાન પ્રણાલી સક્રિય થવાનું કારણ હોવાનું જણાવાયું હતું. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સુધી પહોંચતાં ઉકળાટનો અનુભવ થયો હતો. જોકે, સાંજ બાદ વાતાવરણ અચાનક બદલાયું અને અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ભુજમાં વીજળીના કડાકા સાથે વરસાદ Kutch Rain જિલ્લા મથક ભુજમાં રાત્રિના સમયે વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદી ઝાપટું શરૂ થયું હતું. શરૂઆતમાં હળવા છાંટા પડ્યા બાદ વરસાદે જોર પકડ્યું હતું. કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું. માધાપર, કુકમા, ભુજોડી સહિત ભુજ તાલુકાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પવન અને વીજળીનું પ્રમાણ પણ નોંધપાત્ર રહ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાપર અને વાગડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ રાપર તાલુકામાં સાંજના સમયે અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બાલાસર સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે ભારે વરસાદ થતાં નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ટીંડલવા, કીડિયાનગર, કાનપર, બાલાસર, જાટાવાડા, લોદ્રાણી, રાસાજી ગઢડા, ધબડા અને બેલા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. Kutch Rain વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખરીફ પાક બાદ હવે રવી પાક માટે પણ જમીનમાં ભેજ અને પાણીનો લાભ મળવાની આશા ખેડૂતોમાં વધી છે. ગાંધીધામ સંકુલમાં પણ પવન સાથે વરસાદ ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગાંધીધામ, આદિપુર, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી અને શિણાય સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું. કેટલાક દિવસના વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક આવી હતી. ગણેશ વિસર્જનના માહોલ વચ્ચે પડેલા વરસાદે લોકોને પણ રાહતનો અનુભવ કરાવ્યો હતો. નખત્રાણા, મુંદરા અને માતાના મઢમાં પણ વરસાદ કચ્છના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. નખત્રાણા તાલુકાના જતાવીરા, ધામાય, લાલકા, રવાપર, ફાચરિયા અને હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. Kutch Rain મુંદરામાં રાત્રિના સમયે પવન અને વીજળી સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. થોડા સમયના વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માતાના મઢ વિસ્તારમાં પણ રાત્રિના સમયે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભુજમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી ભુજમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મુંદરા બાયપાસ તરફ જતા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષને કાપીને માર્ગ પરથી હટાવ્યું હતું. ત્યારબાદ રસ્તા પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ચોમાસાની વિદાય પહેલાં કચ્છમાં ફરી વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાંથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, વિદાય પહેલાં સ્થાનિક હવામાન પ્રણાલીના કારણે કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ આશાવાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી રવી સિઝન માટે જમીનમાં ભેજ અને પાણીનો લાભ મળવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો  

Read More »

વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું લોકાર્પણ

વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું લોકાર્પણ વડોદરા ના ફતેગંજ વિસ્તારમાં નવનિર્મિત ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, સંઘર્ષ અને સામાજિક સમાનતાના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમોરિયલના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા શ્રમયોગીઓને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનનો મહત્વપૂર્ણ સમયગાળો વડોદરા શહેર સાથે જોડાયેલો છે. આ ઐતિહાસિક સ્થળની નજીક રાજ્ય સરકાર દ્વારા રૂ. 25 કરોડથી વધુના ખર્ચે મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મેમોરિયલમાં ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, તેમના સંઘર્ષ, વિચારો અને સામાજિક સમાનતા માટેના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી

માંડવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી હોમગાર્ડ જવાનો દ્વારા શાળા-હોસ્પિટલમાં સેવા, સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા માંડવી: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે માંડવી ખાતે પણ જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ઓફિસર શ્રી મનીષ બારોટના માર્ગદર્શન હેઠળ માંડવી હોમગાર્ડઝ યુનિટના જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સેવાકીય અને જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. માંડવી હોમગાર્ડઝ યુનિટ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખીને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યો હતો. આ અંતર્ગત શહેરની વિવિધ શાળાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર સાથે જોડાઈને સેવા, સ્વચ્છતા તથા સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પણ સેવાકીય પ્રવૃત્તિ હોમગાર્ડ જવાનો દ્વારા હોસ્પિટલ ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનોને જરૂરી સહાય મળી રહે તે માટે જવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા માનવસેવા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનથી સ્વચ્છ શહેરનો સંદેશ કાર્યક્રમના ભાગરૂપે માંડવી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હોમગાર્ડ જવાનોએ સ્વચ્છતા કામગીરીમાં જોડાઈને નાગરિકોને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી હતી. સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી ન બની રહે અને નાગરિકો દૈનિક જીવનમાં પણ સ્વચ્છતાને પ્રાથમિકતા આપે તે માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જનજાગૃતિ અને વૃક્ષારોપણ માંડવી હોમગાર્ડઝ યુનિટ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન પણ યોજાયું હતું. નાગરિકોને સામાજિક જવાબદારી, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષોનું વાવેતર અને જતન કરીને શહેર તથા આસપાસના વિસ્તારમાં હરિયાળી વધારવા માટે નાગરિકોને પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. હોમગાર્ડ જવાનોનો સહયોગ આ સમગ્ર સેવાકીય કાર્યક્રમોને સફળ બનાવવા માટે માંડવી હોમગાર્ડઝ યુનિટ કમાન્ડન્ટ ઓફિસર ભીમજી કે. મેઘાણી, રણજીતસિંહ મનુભા રાઠોડ, તુલસીદાસ પાતારીયા, ચાંપસી જે. જીંજક સહિત માંડવી હોમગાર્ડઝ યુનિટના તમામ જવાનોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં હોમગાર્ડ જવાનોની સક્રિય ભાગીદારીથી સેવા, સ્વચ્છતા, પર્યાવરણ અને જનજાગૃતિ જેવા સંદેશોને પ્રોત્સાહન મળ્યું હતું. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

KUTCH રવેચી માતાજીના ભાતીગળ મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું રવ

KUTCH રવેચી માતાજીના ભાતીગળ મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું રવ KUTCH રાપર: વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કચ્છ-ગુજરાત સહિત દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર એવા રવેચી માતાજીના મંદિર ખાતે ભાદરવા સુદ આઠમ નિમિત્તે ભવ્ય ભાતીગળ મેળો યોજાયો હતો. મેળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, દક્ષિણ ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર રવ ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. KUTCH રાપર તાલુકા મથકથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા રવ ગામમાં દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે રવેચી માતાજીના મંદિરે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. KUTCH મેઘરાજાની મહેરથી મેળામાં વધ્યો ઉત્સાહ આ વર્ષે કચ્છમાં H સારા વરસાદને કારણે ચોતરફ હરિયાળી છવાઈ છે. મેઘરાજાની મહેર વચ્ચે યોજાયેલા રવેચી માતાજીના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મેળાની વિવિધ રોનક માણી હતી.   KUTCH મેળામાં ધાર્મિક આસ્થા સાથે વિવિધ સ્ટોલ, રમકડાં, ખાણીપીણી સહિતની ચીજવસ્તુઓના બજારને કારણે પણ ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ રવેચી માતાજીના દર્શન માટે ભક્તોની કતારો જોવા મળી હતી. KUTCH ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિ મેળામાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, મંદિરના મહંતશ્રી હિરાગીરીજી બાપુ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રવેચી માતાજીના આ ભવ્ય મેળામાં ઉમટેલા માનવ મહેરામણે વાગડની લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને પરંપરાની જીવંત ઝલક રજૂ કરી હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

KUTCH કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સૂચના

KUTCH કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સૂચના KUTCH કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કચ્છના ધારાસભ્યો તથા જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને આંતરિક સંકલન કરી કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. KUTCH કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે લોકહિતને પ્રાથમિકતા આપી વિકાસ કામોમાં ઝડપ લાવવા અને પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું જરૂરી છે. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવીને તેનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. KUTCH ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા તથા બીબર ગામના ખેડૂતોની જમીન સંબંધિત પ્રશ્નો સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા. અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ લૈયારી ખાતે ડેમ નિર્માણ, નખત્રાણા બાયપાસની કામગીરી, કોઠારામાં APMC માર્કેટ યાર્ડ શરૂ કરવા, ખીરસરા (રોહા) અને ખીરસરા (નેત્રા)ના ખેડૂતોના રજિસ્ટ્રેશન, 66 KV વીજ સબ સ્ટેશન, જમીનવિહોણા વિચરતી જાતિના લોકોને જમીન ફાળવણી, ગૌચર અને સાંથણીની જમીન, વિદ્યાર્થીઓ માટે નિયમિત ST સેવા, આંગણવાડી તેમજ ખેડૂતોને વળતર સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મંજુલાબેન ચાવડાએ વિવિધ યોજનાઓની અરજીઓના નિકાલ, પાલરધુના વિસ્તારના સંરક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, જળસ્ત્રોતોના ડીસિલ્ટિંગ, સિંચાઈના કામો, ખનીજ ઉત્ખનન, સાંથણીની જમીન તથા જમીન માપણી-રેકર્ડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. KUTCH સફાઈ, રખડતા પશુઓ અને વિકાસ કામોની સમીક્ષા કલેક્ટરશ્રીએ અધિકારીઓને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, મિલકતોની આકારણી કરી રેકર્ડ પર લેવા અને રખડતા પશુઓને પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લામાં ગામતળ તથા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેન્દ્રો કાર્યરત કરવા આયોજન, સબ સ્ટેશન તથા નવા બની રહેલા ડેમની કામગીરીની સમીક્ષા સહિત વિવિધ વિકાસલક્ષી કામોમાં ઝડપ લાવવા પણ સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પી.શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટરશ્રી પ્રણવ વીઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત કચ્છ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

BHUJ ભુજમાં ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓને કિટ વિતરણ

BHUJ ભુજમાં ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓને કિટ વિતરણ BHUJ ભુજ: કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, ભુજ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ તથા અભ્યાસથી વંચિત બાળકોને કિટ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો. BHUJ કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા અને ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો સરાહનીય છે. તેમણે જણાવ્યું કે, આ કામગીરી માત્ર સરકારની નહીં પરંતુ શિક્ષકો, CRC, BRC તથા સમગ્ર સમાજના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. BHUJ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળની સરખામણીએ આજે કન્યા કેળવણી અને સ્ત્રી સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. બોર્ડની પરીક્ષાઓમાં પણ દીકરીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં માધ્યમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યામાં વધારો થતાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તકો ઘરઆંગણે મળી રહી છે. BHUJ રાજ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્યો અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરી **‘વિકસિત ભારત @2047’**ના નિર્માણમાં યુવા પેઢી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શુભેચ્છા પાઠવી હતી. BHUJ પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન BHUJ કાર્યક્રમ દરમિયાન ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શાળા છોડી દીધા બાદ પુનઃપ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે અભ્યાસ માટેની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. BHUJ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મળેલી આશરે 80 જેટલી માધ્યમિક શાળાઓ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કચ્છ જિલ્લામાં ડ્રોપઆઉટ ઘટાડવા માટે હાથ ધરાયેલી વિવિધ કામગીરીની વિગતો પણ રજૂ કરી હતી. BHUJ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ જાડેજા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી, કો-ઓપ્ટ સભ્ય રશ્મિભાઈ ઠક્કર, કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં કૃતિબેન લહેરુ, ઇસાર સંસ્થા રાપરનાં મીનાબેન મેરિયા સહિત મોટી સંખ્યામાં આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોકસીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ કરી હતી. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો  

Read More »

Gujarat News ગુજરાતભરની હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

Gujarat News ગુજરાતભરની હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ Gujarat News સુરતની ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી કાર્યવાહી, 114 ખાદ્ય નમૂના લેવાયા, 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભુ બંધ અને 1 લાયસન્સ સસ્પેન્ડ Gujarat News ગાંધીનગર: સુરતના અબ્રામા વિસ્તારમાં પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં 13 સપ્ટેમ્બર, 2026ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાને પગલે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ માટે સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તા. 14 સપ્ટેમ્બર, 2026ના સવારે 6 વાગ્યા સુધી રાજ્યભરમાં કુલ 200 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી. જેમાં 47 સરકારી, 21 અર્ધસરકારી અને 132 ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. Gujarat News તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજેનિક પરિસ્થિતિ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. જ્યારે ખાદ્ય પદાર્થોના કુલ 114 નમૂના લેવામાં આવ્યા છે. Gujarat News ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિ જણાતા 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભુ બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક સંસ્થાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સુરતના અબ્રામા વિસ્તારમાં બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરની હોસ્ટેલ અને કેન્ટીનમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની ચકાસણી માટે આ ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. Gujarat News ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર, ભેળસેળ કરનાર તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે આગામી સમયમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. Gujarat News : મુખ્ય આંકડા: તપાસ કરાયેલી હોસ્ટેલ/કેન્ટીન: 200 સરકારી: 47 અર્ધસરકારી: 21 ખાનગી: 132 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ: 61 ખાદ્ય નમૂના: 114 સ્વયંભુ બંધ: 10 લાયસન્સ સસ્પેન્ડ: 1  વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

Ganesh Chaturthi ગણેશ ચતુર્થીના પાવન પર્વે PM મોદીએ કર્યા ગણપતિ બાપ્પાના દર્શન, સૌના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

Ganesh Chaturthi ગણેશ ચતુર્થીના પાવન પર્વે PM મોદીએ કર્યા ગણપતિ બાપ્પાના દર્શન, સૌના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના Ganesh Chaturthi નવી દિલ્હી: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજીના નિવાસસ્થાને સ્થાપિત શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરી દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. Ganesh Chaturthi ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનું પવિત્ર પર્વ છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ તરીકે પૂજવામાં આવે છે. દેશભરમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. Ganesh Chaturthi વડાપ્રધાન મોદીએ ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી મંગલકામના કરી હતી. ગણપતિ બાપ્પા મોરિયા! 🙏 વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ગણેશ ચતુર્થીનો મહિમા: વિઘ્નહર્તાની આરાધનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન

ગણેશ ચતુર્થીનો મહિમા: વિઘ્નહર્તાની આરાધનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન ગણપતિ બાપ્પા મોરિયા… મંગલ મૂર્તિ મોરિયા… ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો પોતાની આગવી ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખ ધરાવે છે. તેમાં ગણેશ ચતુર્થીનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે. ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાતો આ પવિત્ર તહેવાર માત્ર પૂજા અને ઉત્સવ પૂરતો સીમિત નથી, પરંતુ જ્ઞાન, બુદ્ધિ, વિવેક, શુભતા, એકતા અને સકારાત્મકતાનો સંદેશ આપતો પર્વ છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીની સ્થાપના સાથે ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. ઘરો, સોસાયટીઓ, શેરીઓ અને જાહેર મંડપોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ પૂજા, આરતી, ભજન, પ્રસાદ અને વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. ગણેશજીને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય પહેલાં ગણેશજીનું સ્મરણ કરવાની પરંપરા પાછળ પણ આ જ ભાવ રહેલો છે કે કાર્યની શરૂઆત સારા વિચાર, શુભ સંકલ્પ અને વિવેક સાથે થવી જોઈએ. ગણેશ ચતુર્થી એટલે ભગવાન ગણેશના આગમનનો પાવન દિવસ ધાર્મિક માન્યતા અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન ગણેશના પ્રાગટ્ય સાથે જોડાયેલી છે. આ દિવસે ભક્તો પોતાના ઘરમાં અથવા જાહેર મંડપમાં ગણેશજીની સ્થાપના કરે છે. ગણેશજીનું આગમન ભક્તો માટે આનંદનો અવસર બને છે. ઘરમાં ગણેશજીની સ્થાપના કરીને પરિવારના સભ્યો સાથે મળીને પૂજા કરવામાં આવે છે. જાહેર ગણેશોત્સવમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાય છે. ગણેશજીને ઘરમાં પધરાવવાનો ભાવ માત્ર મૂર્તિ સ્થાપવાનો નથી. ભક્તો તેમના આગમનને શુભતા, સદબુદ્ધિ અને સકારાત્મક ઊર્જાના આગમન તરીકે જુએ છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કેમ કહેવામાં આવે છે? ભગવાન ગણેશનું સૌથી પ્રચલિત નામ વિઘ્નહર્તા છે. ‘વિઘ્ન’ એટલે અવરોધ અને ‘હર્તા’ એટલે દૂર કરનાર. ધાર્મિક માન્યતા પ્રમાણે ગણેશજી પોતાના ભક્તોના જીવનમાં આવતા વિઘ્નો દૂર કરે છે. પરંતુ ગણેશજીના આ સ્વરૂપને આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો જીવનના અવરોધો દૂર કરવા માટે માત્ર પ્રાર્થના જ નહીં, પરંતુ બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ પણ જરૂરી છે. આથી ગણેશજીની ઉપાસના આપણને એક સુંદર સંદેશ આપે છે—મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ શાંતિથી વિચાર કરીને યોગ્ય માર્ગ શોધવો. બુદ્ધિ અને જ્ઞાનના દેવતા ગણેશ ભગવાન ગણેશને વિદ્યા અને બુદ્ધિના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. વિદ્યાર્થીઓથી લઈને વેપારીઓ, કલાકારો, લેખકો અને વિવિધ ક્ષેત્રના લોકો ગણેશજીની આરાધના કરે છે. ગણેશજીનું મોટું મસ્તક આપણને વિશાળ વિચાર કરવાની પ્રેરણા આપે છે. મોટા કાન અન્યની વાત ધ્યાનપૂર્વક સાંભળવાનો સંદેશ આપે છે, જ્યારે નાની આંખો એકાગ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ રીતે ગણેશજીનું સમગ્ર સ્વરૂપ માનવજીવન માટે એક પ્રકારનું માર્ગદર્શન બની જાય છે. ગણેશજીના દરેક અંગમાં છુપાયેલો જીવનનો સંદેશ મોટું મસ્તક — વિશાળ વિચાર ગણેશજીનું મોટું મસ્તક જ્ઞાન અને વિશાળ વિચારશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જીવનમાં કોઈ નિર્ણય લેતા પહેલાં ઉતાવળ કરવાને બદલે દરેક પાસું સમજવાની પ્રેરણા મળે છે. મોટા કાન — વધુ સાંભળો ગણેશજીના મોટા કાન આપણને અન્યની વાત ધ્યાનથી સાંભળવાનું શીખવે છે. જીવનમાં સારો નિર્ણય લેવા માટે માત્ર બોલવું નહીં, પરંતુ સાંભળવું પણ જરૂરી છે. નાની આંખો — એકાગ્રતા નાની આંખો એકાગ્રતા અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. જીવનમાં સફળતા માટે સતત પ્રયત્ન અને એકાગ્રતા જરૂરી છે. સૂંઢ — અનુકૂલનશીલતા ગણેશજીની સૂંઢને શક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે કાર્ય કરવાની ક્ષમતાનું પ્રતીક માનવામાં આવે છે. જીવનમાં બદલાતી પરિસ્થિતિઓ સાથે સમજદારીથી આગળ વધવાનો સંદેશ અહીંથી મળે છે. મોટું પેટ — સહનશક્તિ ગણેશજીનું મોટું પેટ દરેક પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા અને જીવનના સારા-નરસા અનુભવોને સ્વીકારવાની ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. એકદંત — સારા વિચારોને જાળવો ગણેશજીનું એકદંત સ્વરૂપ પ્રસિદ્ધ છે. તેને સારા વિચારો અને ધ્યેય પ્રત્યે અડગ રહેવાના સંદેશ સાથે પણ જોડવામાં આવે છે. ગણેશજીને દુર્વા અને મોદક કેમ અર્પણ કરવામાં આવે છે? ગણેશ પૂજામાં દુર્વાનું વિશેષ મહત્વ છે. પરંપરાગત રીતે ભક્તો ગણેશજીને દુર્વા અર્પણ કરે છે. ધાર્મિક માન્યતાઓમાં દુર્વાને પવિત્ર અને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. તે જ રીતે ગણેશજીને મોદક પ્રિય હોવાનું માનવામાં આવે છે. મોદકને જ્ઞાન અને આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે પણ સમજાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન ઘરમાં બનાવેલા મોદક ભગવાનને અર્પણ કરી પછી પરિવારજનો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. ગણેશજીનું વાહન ઉંદર શું દર્શાવે છે? ભગવાન ગણેશનું વાહન ઉંદર છે. ગણેશજી જેવા વિશાળ સ્વરૂપના દેવનું વાહન એક નાનું પ્રાણી હોવું પણ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ રસપ્રદ સંદેશ આપે છે. ઉંદરને ઘણી વખત માનવીની અતિશય ઇચ્છાઓનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીનું તેના પર સવાર થવું એ સંદેશ આપે છે કે ઇચ્છાઓ પર નિયંત્રણ રાખીને બુદ્ધિ અને વિવેકને જીવનમાં સર્વોપરી સ્થાન આપવું જોઈએ. ગણેશ ચતુર્થી અને પરિવારની એકતા ગણેશોત્સવનો એક મહત્વનો સામાજિક પાસો પણ છે. ગણેશજીની સ્થાપના માટે પરિવારના સભ્યો સાથે મળીને તૈયારી કરે છે. પૂજા, આરતી અને પ્રસાદમાં નાના-મોટા સૌ જોડાય છે. આ તહેવાર બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત કરાવવાની પણ સુંદર તક આપે છે. વડીલો ધાર્મિક કથાઓ અને પરંપરાઓ સમજાવે છે, જ્યારે નવી પેઢી ઉત્સાહપૂર્વક ઉત્સવમાં ભાગ લે છે. આ રીતે ગણેશ ચતુર્થી પેઢીઓ વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવતો તહેવાર પણ બની રહે છે. જાહેર ગણેશોત્સવથી સામાજિક એકતાનો સંદેશ જાહેર ગણેશોત્સવમાં વિવિધ વર્ગ અને સમાજના લોકો એકસાથે જોડાય છે. એક જ મંડપમાં સૌ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની આરતી કરે છે. ઘણા સ્થળોએ ગણેશોત્સવ દરમિયાન ભક્તિ સાથે રક્તદાન શિબિર, આરોગ્ય કેમ્પ, શૈક્ષણિક કાર્યક્રમો, ગરીબોને સહાય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે. આથી ગણેશોત્સવનો સંદેશ માત્ર “પૂજા કરો” પૂરતો નથી, પરંતુ “સમાજ માટે કંઈક સારું કરો” એવો પણ છે. ગણેશ ચતુર્થી અને મહારાષ્ટ્રની પરંપરા જાહેર ગણેશોત્સવને વિશાળ સામાજિક સ્વરૂપ આપવાની પરંપરામાં મહારાષ્ટ્રનું વિશેષ સ્થાન છે. ઐતિહાસિક રીતે લોકમાન્ય બાલ ગંગાધર તિલકના સમયથી જાહેર ગણેશોત્સવને સામાજિક એકતા અને જનજાગૃતિ સાથે જોડવામાં આવ્યો હતો. સમય જતાં આ પરંપરા દેશના અનેક રાજ્યો અને શહેરોમાં પ્રસરી. આજે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ગણેશોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધીનો આધ્યાત્મિક પ્રવાસ ગણેશ ચતુર્થીમાં સ્થાપના અને વિસર્જન બંનેનું પોતાનું મહત્વ છે. સ્થાપના એ ભગવાનને પોતાના ઘરે અથવા સમાજમાં આમંત્રિત કરવાનો ભાવ છે. જ્યારે વિસર્જન આપણને સમજાવે છે કે સંસારની દરેક વસ્તુ પરિવર્તનશીલ છે. મૂર્તિ માટીમાંથી બને છે અને અંતે ફરી પ્રકૃતિમાં વિલીન થાય છે. આ પ્રક્રિયા આપણને સર્જન અને વિસર્જનના કુદરતી ચક્રની યાદ અપાવે છે. ગણેશ વિસર્જન સમયે ભક્તોની આંખોમાં ભાવુકતા હોય છે, પરંતુ સાથે આગામી વર્ષે ફરી બાપ્પાના આગમનની આશા પણ હોય છે. “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષ પાછળનો ભાવ ગણેશોત્સવ દરમિયાન “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ જયઘોષ ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે. ગણેશજીને વિદાય આપતી વખતે પણ ભક્તો તેમને આગામી વર્ષે ફરી પધારવા માટે આમંત્રણ આપે છે. આ ભાવનામાં એક સુંદર સંદેશ છુપાયેલો છે—વિદાય અંત નથી; શ્રદ્ધા અને સારા સંકલ્પો સાથે નવી શરૂઆત કરવાની તક છે. પર્યાવરણમિત્ર ગણેશોત્સવ સમયની જરૂરિયાત આજના સમયમાં ગણેશોત્સવ ઉજવતી વખતે

Read More »