
KUTCH રવેચી માતાજીના ભાતીગળ મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું રવ
KUTCH રાપર: વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કચ્છ-ગુજરાત સહિત દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર એવા રવેચી માતાજીના મંદિર ખાતે ભાદરવા સુદ આઠમ નિમિત્તે ભવ્ય ભાતીગળ મેળો યોજાયો હતો. મેળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, દક્ષિણ ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર રવ ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
KUTCH રાપર તાલુકા મથકથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા રવ ગામમાં દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે રવેચી માતાજીના મંદિરે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

KUTCH મેઘરાજાની મહેરથી મેળામાં વધ્યો ઉત્સાહ
આ વર્ષે કચ્છમાં H સારા વરસાદને કારણે ચોતરફ હરિયાળી છવાઈ છે. મેઘરાજાની મહેર વચ્ચે યોજાયેલા રવેચી માતાજીના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મેળાની વિવિધ રોનક માણી હતી.
KUTCH મેળામાં ધાર્મિક આસ્થા સાથે વિવિધ સ્ટોલ, રમકડાં, ખાણીપીણી સહિતની ચીજવસ્તુઓના બજારને કારણે પણ ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ રવેચી માતાજીના દર્શન માટે ભક્તોની કતારો જોવા મળી હતી.
KUTCH ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિ
મેળામાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, મંદિરના મહંતશ્રી હિરાગીરીજી બાપુ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રવેચી માતાજીના આ ભવ્ય મેળામાં ઉમટેલા માનવ મહેરામણે વાગડની લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને પરંપરાની જીવંત ઝલક રજૂ કરી હતી.









