
BHUJ ભુજમાં ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓને કિટ વિતરણ
BHUJ ભુજ: કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, ભુજ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ તથા અભ્યાસથી વંચિત બાળકોને કિટ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો.
BHUJ કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા અને ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો સરાહનીય છે. તેમણે જણાવ્યું કે, આ કામગીરી માત્ર સરકારની નહીં પરંતુ શિક્ષકો, CRC, BRC તથા સમગ્ર સમાજના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.
BHUJ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળની સરખામણીએ આજે કન્યા કેળવણી અને સ્ત્રી સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. બોર્ડની પરીક્ષાઓમાં પણ દીકરીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં માધ્યમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યામાં વધારો થતાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તકો ઘરઆંગણે મળી રહી છે.
BHUJ રાજ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્યો અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરી **‘વિકસિત ભારત @2047’**ના નિર્માણમાં યુવા પેઢી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

BHUJ પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન
BHUJ કાર્યક્રમ દરમિયાન ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શાળા છોડી દીધા બાદ પુનઃપ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે અભ્યાસ માટેની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.
BHUJ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મળેલી આશરે 80 જેટલી માધ્યમિક શાળાઓ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કચ્છ જિલ્લામાં ડ્રોપઆઉટ ઘટાડવા માટે હાથ ધરાયેલી વિવિધ કામગીરીની વિગતો પણ રજૂ કરી હતી.
BHUJ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ જાડેજા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી, કો-ઓપ્ટ સભ્ય રશ્મિભાઈ ઠક્કર, કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં કૃતિબેન લહેરુ, ઇસાર સંસ્થા રાપરનાં મીનાબેન મેરિયા સહિત મોટી સંખ્યામાં આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોકસીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ કરી હતી.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો









