
Ganesh Chaturthi ગણેશ ચતુર્થીના પાવન પર્વે PM મોદીએ કર્યા ગણપતિ બાપ્પાના દર્શન, સૌના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
Ganesh Chaturthi નવી દિલ્હી: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજીના નિવાસસ્થાને સ્થાપિત શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરી દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
Ganesh Chaturthi ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનું પવિત્ર પર્વ છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ તરીકે પૂજવામાં આવે છે. દેશભરમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે.
Ganesh Chaturthi વડાપ્રધાન મોદીએ ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી મંગલકામના કરી હતી.
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏









