ત્રાપજ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, ભગુડા માતાજીના દર્શને જતા પદયાત્રીનું મોત

Share:

ત્રાપજ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, ભગુડા માતાજીના દર્શને જતા પદયાત્રીનું મોત

Trapaj Accident News ભાવનગર જિલ્લામાં માર્ગ અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. અલંગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ત્રાપજ ગામ નજીક નેશનલ હાઈવે પર વહેલી સવારે કારની ટક્કરથી એક પદયાત્રીનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, કેટલાક પદયાત્રીઓ ભગુડા માતાજીની માનતા પૂર્ણ કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રાપજ નજીક પૂરપાટ ઝડપે આવતી કારે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મલેકવદર ગામના તુલશીભાઈ ડાભીનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પદયાત્રીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત 3 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે 3:30 વાગ્યે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં અલંગ પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને પગલે પદયાત્રીઓની સુરક્ષા અને હાઈવે પર વહેલી સવારે વાહનચાલકોની સાવચેતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें