પંજાબના ખેડૂતનું નસીબ ચમક્યું, ₹1 કરોડની લોટરી જીતી રાતોરાત બન્યા કરોડપતિ

Share:

પંજાબના ખેડૂતનું નસીબ ચમક્યું, ₹1 કરોડની લોટરી જીતી રાતોરાત બન્યા કરોડપતિ

Punjab Farmer Lottery Winner કહેવાય છે કે નસીબ ક્યારે બદલાઈ જાય તે કોઈ કહી શકતું નથી. આવો જ એક કિસ્સો પંજાબમાંથી સામે આવ્યો છે, જ્યાં એક સામાન્ય ખેડૂત લોટરીમાં કરોડો રૂપિયાનું ઇનામ જીતીને ચર્ચામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પંજાબના ખેડૂત બલજિંદર સિંહે ડિયર દિવાળી બમ્પર લોટરીમાં ₹1 કરોડનું પ્રથમ ઇનામ જીત્યું છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે લોટરીની ટિકિટ ખરીદીને પોતાનું નસીબ અજમાવતા હતા.

તાજેતરમાં તેમણે ₹500ની લોટરી ટિકિટ ખરીદી હતી. આ ટિકિટનું પરિણામ જાહેર થતાં જ તેમને કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હોવાની ખુશખબર મળી હતી. લાંબા સમયથી લોટરીમાં નસીબ અજમાવી રહેલા બલજિંદર સિંહ માટે આ જીત જીવનનો યાદગાર પ્રસંગ બની ગઈ છે.

એક સામાન્ય ખેડૂતના ખાતામાં અચાનક કરોડો રૂપિયાની ખુશી આવતાં આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें