
શાહી દંપતીનો દેશી અંદાજ! પ્રિન્સ વિલિયમે ચલાવી ઈ-રિક્ષા, પાછળ બેઠાં પ્રિન્સેસ કેટ
Prince William Kate Mumbai : બ્રિટનના શાહી પરિવારના સભ્યો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન હાલમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન મુંબઈમાં બંનેનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે લક્ઝરી કારમાં મુસાફરી કરતા શાહી દંપતીએ આ વખતે દેશી સવારી પસંદ કરી હતી.
મુંબઈમાં યોજાયેલા અર્થશોટ પ્રાઇઝના કાર્યક્રમમાં પહોંચવા માટે પ્રિન્સ વિલિયમે જાતે ઇલેક્ટ્રિક રિક્ષાનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું, જ્યારે પ્રિન્સેસ કેટ પાછળની સીટ પર બેઠાં હતાં. આ અનોખી સવારી દરમિયાન બંનેનો અંદાજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રિક્ષા પર અર્થશોટ પ્રાઇઝનું લોગો પણ લગાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સ્થળે પહોંચ્યા બાદ પ્રિન્સેસ કેટએ આ મુસાફરીને ત્યાં પહોંચવાનો શ્રેષ્ઠ રસ્તો ગણાવ્યો હતો. આ દરમિયાન શાહી દંપતીએ અર્થશોટ પ્રાઇઝના 15 ફાઇનલિસ્ટ સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રિન્સ વિલિયમ દ્વારા શરૂ કરવામાં આવેલું અર્થશોટ પ્રાઇઝ પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે નવીન પ્રયાસોને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત મુંબઈ પ્રવાસ દરમિયાન શાહી દંપતીએ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ પણ રમી હતી. તેમના ભારતીય અંદાજે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.









