BREAKING NEWS: 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 8નાં મોત અને 26 ઘાયલ

Share:

BREAKING NEWS: 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 8નાં મોત અને 26 ઘાયલ

Uttarakhand Bus Accident ઉત્તરાખંડના ઋષિકેશ–બદ્રીનાથ હાઈવે પર ગૂલર બજાર નજીક મંગળવારે વહેલી સવારે ગંભીર બસ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક બસ અચાનક બેકાબૂ બની પુલ પરથી આશરે 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 26 મુસાફરો ઘાયલ થયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સમયે બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા. બસ ખીણમાં પડતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ અને સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

SDRF દ્વારા બચાવ કામગીરી

અકસમાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SDRFની વ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે બચાવકર્મીઓએ ઘાયલ મુસાફરોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 8 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે અને 26 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતનું કારણ જાણવા તપાસ

આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રાહત કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતની વધુ વિગતો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें