BREAKING NEWS: ટંકારા નજીક સ્વિફ્ટ કારનો ભયાનક અકસ્માત, બે યુવકોનાં કરુણ મોત

Share:

 ટંકારા નજીક સ્વિફ્ટ કારનો ભયાનક અકસ્માત, બે યુવકોનાં કરુણ મોત

Tankara Accident News રાજકોટથી મોરબી ફ્લાવર ડેકોરેશનના કામ અર્થે જઈ રહેલા ત્રણ યુવકોને ટંકારા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂરઝડપે દોડી રહેલી સ્વિફ્ટ કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર 8થી વધુ વખત પલટી ખાઈ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી.

અકસ્મતમાં કારમાં સવાર અમન અને પ્રભાત નામના બે યુવકો કારમાંથી અંદાજે 15 ફૂટ ઊંચે ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓને કારણે બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં પાછળ બેઠેલા જીવણભાઈને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે બે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें