
જનજાતીય ગૌરવ દિવસ પર PM મોદીની મહારાષ્ટ્રને મોટી ભેટ, ₹3,000 કરોડનાં 246 વિકાસકાર્યોની ભેટ
Janjatiya Gaurav Diwas 2026 જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના ગડચિરોલીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આશરે ₹3,000 કરોડના ખર્ચે હાથ ધરાનારા 246 વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ વિકાસકાર્યોના અમલીકરણથી ગડચિરોલી સહિત આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી દિશા અને ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જનજાતીય ગૌરવ દિવસના અવસરે જાહેર કરાયેલા આ વિકાસકાર્યોને સ્થાનિક માળખાકીય સુવિધાઓ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.









