અમૂલના ગ્રાહકોને વધુ એક ઝટકો! ભાવમાં ફેરફાર વગર છાશના પેકેટમાં 10થી 30 MLનો ઘટાડો

Share:

અમૂલના ગ્રાહકોને વધુ એક ઝટકો! ભાવમાં ફેરફાર વગર છાશના પેકેટમાં 10થી 30 MLનો ઘટાડો

Amul Buttermilk Quantity Reduced દૂધ અને દહીં બાદ હવે અમૂલની છાશ ખરીદતા ગ્રાહકોને પણ મોંઘવારીનો આડકતરો માર પડવાનો છે. આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા છાશના કેટલાક પેકેટમાં મળતા જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, પેકેટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મળતી માહિતી મુજબ, હવે ₹20ના છાશના પાઉચમાં અગાઉ મળતી 650 ML છાશના બદલે 620 ML મળશે. તેવી જ રીતે ₹10ના પેકેટમાં 300 MLના બદલે 280 ML અને ₹5ની જીરા છાશના પેકેટમાં 150 MLના બદલે 140 ML જથ્થો મળશે.

આમ, છાશના પેકેટના ભાવ પહેલાં જેટલા જ રાખવામાં આવ્યા છે, પરંતુ તેમાં મળતા જથ્થામાં 10થી 30 ML સુધીનો ઘટાડો થયો છે. પરિણામે ગ્રાહકોએ સમાન કિંમત ચૂકવીને અગાઉ કરતાં ઓછી છાશ મળશે.

ભાવમાં સીધો વધારો કર્યા વિના પેકેટમાં જથ્થો ઘટાડવાની આ પદ્ધતિને ‘Shrinkflation’ કહેવામાં આવે છે. આ ફેરફારથી અમૂલની છાશ ખરીદતા ગ્રાહકોના ખિસ્સા પર આડકતરી અસર થવાની શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें