ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Share:

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Gujarat DA Hike 2026 ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયને પગલે કર્મચારીઓ અને પેન્શનરોને હવે અગાઉના 60 ટકાના બદલે 63 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા બુધવાર,4 નવેમ્બર 2026ના રોજ આ અંગે સત્તાવાર ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યો છે. આ વધારાનો લાભ જુલાઈ 2026 થી લાગુ કરવામાં આવશે.

જુલાઈથી વધારાનો લાભ મળશ

કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા 3 ટકાના વધારાથી રાજ્યના વર્તમાન સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને લાભ થશે. અગાઉ મળતું 60 ટકા મોંઘવારી ભથ્થું વધીને હવે 63 ટકા થયું છે.

ચાર મહિનાનું એરિયર્સ પણ મળશે

સરકારના આ નિર્ણય મુજબ જુલાઈ 2026થી ઓક્ટોબર 2026 સુધીના ચાર મહિનાના વધારાનું એરિયર્સ પણ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવશે. આ બાકી રકમ ચાલુ નવેમ્બર મહિનાના પગાર અને પેન્શન સાથે ડિસેમ્બર મહિનામાં એકસાથે ચૂકવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

આ વધારાથી મોંઘવારીના સમયમાં સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને આર્થિક રાહત મળશે.

કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે આવકાર્યો નિર્ણય

ગુજરાત સરકારના આ નિર્ણયને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે આવકારીને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

સંસ્થાના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહે આ નિર્ણયને કર્મચારીઓ તથા પેન્શનરો માટે લાભદાયી ગણાવ્યો હતો.

સંગઠન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી સંસ્થાના પ્રવક્તા દિનેશભાઈ શાહે અખબારી યાદી મારફતે આપી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें