Day: November 4, 2026

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો Gujarat DA Hike 2026 ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયને પગલે કર્મચારીઓ અને પેન્શનરોને હવે અગાઉના 60 ટકાના બદલે 63 ટકા મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા બુધવાર,4 નવેમ્બર 2026ના રોજ આ અંગે સત્તાવાર ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યો છે. આ વધારાનો લાભ જુલાઈ 2026 થી લાગુ કરવામાં આવશે. જુલાઈથી વધારાનો લાભ મળશ કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા 3 ટકાના વધારાથી રાજ્યના વર્તમાન સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને લાભ થશે. અગાઉ મળતું 60 ટકા મોંઘવારી ભથ્થું વધીને હવે 63 ટકા થયું છે. ચાર મહિનાનું એરિયર્સ પણ મળશે સરકારના આ નિર્ણય મુજબ જુલાઈ 2026થી ઓક્ટોબર 2026 સુધીના ચાર મહિનાના વધારાનું એરિયર્સ પણ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવશે. આ બાકી રકમ ચાલુ નવેમ્બર મહિનાના પગાર અને પેન્શન સાથે ડિસેમ્બર મહિનામાં એકસાથે ચૂકવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આ વધારાથી મોંઘવારીના સમયમાં સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને આર્થિક રાહત મળશે. કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે આવકાર્યો નિર્ણય ગુજરાત સરકારના આ નિર્ણયને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે આવકારીને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સંસ્થાના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહે આ નિર્ણયને કર્મચારીઓ તથા પેન્શનરો માટે લાભદાયી ગણાવ્યો હતો. સંગઠન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી સંસ્થાના પ્રવક્તા દિનેશભાઈ શાહે અખબારી યાદી મારફતે આપી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવી પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતથી નાગરિકો પરેશાન, પૂરતી ભરતી કરવાની માંગ

માંડવી પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતથી નાગરિકો પરેશાન, પૂરતી ભરતી કરવાની માંગ Mandvi news કચ્છના દરિયાકાંઠે આવેલા માંડવી શહેરમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓની અછતને કારણે નાગરિકોને dમુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 65 હજારથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં હાલમાં માત્ર એક જ પોસ્ટ ઓફિસ કાર્યરત હોવાથી અને તેમાં પણ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે પોસ્ટ ઓફિસની કામગીરી પર વધારાનું ભારણ ઊભું થયું છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદ દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાએ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસમાં તાત્કાલિક પૂરતા કર્મચારીઓની નિમણૂક કરવાની માંગ કરી છે. ત્રણ પોસ્ટ ઓફિસમાંથી હવે માત્ર એક જ કાર્યરત પરિષદના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં માંડવી શહેરમાં ત્રણ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી. જોકે સમય જતાં વિવિધ કારણોસર બે પોસ્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, અગાઉ હેડ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખાતી કચેરીનો દરજ્જો પણ ઘટાડીને મુખ્ય પોસ્ટ ઓફિસ તરીકે કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. મંજૂર મહેકમ સામે અડધાથી પણ ઓછો સ્ટાફ હાલનીપોસ્ટ ઓફિસમાં કર્મચારીઓની સ્થિતિ ચિંતાજનક હોવાનું પરિષદે જણાવ્યું છે. પોસ્ટમાસ્ટર સહિત કુલ 8 કર્મચારીઓના મંજૂર મહેકમ સામે હાલમાં માત્ર ચાર કર્મચારીઓ જ ઉપલબ્ધ છે. તેમાં પણ એક ક્લાર્કને ડેપ્યુટેશન પર અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે. નાણાકીય વ્યવહારો અને બચત યોજનાઓમાં રોકાણ માટે માત્ર એક જ કાઉન્ટર ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને રાહ જોવી પડે છે. બીજી તરફ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના મંજૂર પાંચ પદ સામે ત્રણ કર્મચારીઓ જ કાર્યરત છે. જ્યારે છ પોસ્ટમેનની જરૂરિયાત સામે હાલમાં માત્ર ચાર પોસ્ટમેન ફરજ બજાવી રહ્યા છે. 14 બ્રાન્ચ પોસ્ટ ઓફિસની જવાબદારી પણ માંડવી સાથે જોડાયેલી માંડવી મુખ્ય પોસ્ટ ઓફિસ હેઠળ 14 બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરી પણ સંકળાયેલી છે. શહેરમાં પોસ્ટ વિભાગની બચત યોજનાઓ અને અન્ય સેવાઓનો લાભ લેતા લોકોની સંખ્યા નોંધપાત્ર છે. નાગરિકોનો પોસ્ટ ઓફિસ પ્રત્યે વિશ્વાસ હોવાથી અહીં વિવિધ પ્રકારનાં ખાતાં અને રોકાણ પણ થાય છે. સમયાંતરે નવા ખાતાં ખોલવાની ઝુંબેશ સહિતની કામગીરી પણ કરવામાં આવે છે. આટલી બધી જવાબદારીઓ વચ્ચે મર્યાદિત કર્મચારીઓ દ્વારા કામગીરી સંભાળવી મુશ્કેલ બની રહી છે. જોકે ઉપલબ્ધ સ્ટાફ પોતાની ક્ષમતા મુજબ કામગીરી સારી રીતે કરી રહ્યો હોવાનું પણ પરિષદે સ્વીકાર્યું છે. પોસ્ટ વિભાગ સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડયા અને લિનેશભાઈ શાહ તથા ખજાનચી ભરતભાઈ કપ્ટાએ પોસ્ટ વિભાગ સમક્ષ શહેરની જરૂરિયાત મુજબ કર્મચારીઓની ઘટ તાત્કાલિક પૂરી કરવાની માંગ કરી છે. 65 હજારથી વધુ વસ્તી ધરાવતા માંડવી શહેરમાં એકમાત્ર પોસ્ટ ઓફિસ પર વધતી કામગીરીને ધ્યાનમાં રાખીને પૂરતો સ્ટાફ ફાળવવો જરૂરી બન્યો છે. હવે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને માંડવીના નાગરિકોને ક્યારે પૂરતી સુવિધા મળે છે તેના પર સૌની નજર છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું, પુનિતભાઈ વાસાણીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતી

માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું, પુનિતભાઈ વાસાણીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતી MandviNews કચ્છના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. માંડવી શહેરની જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર-3ના HTAT આચાર્ય પુનિતભાઈ હરિલાલ વાસાણીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની આ સિદ્ધિથી શાળા પરિવાર સહિત સમગ્ર શિક્ષણજગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.   પુનિતભાઈ વાસાણીની શૈક્ષણિક અને સેવાકીય સફરની શરૂઆત 30 માર્ચ, 2007ના રોજ થઈ હતી. તેઓ અબડાસા તાલુકાની ડુમરા કન્યાશાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજમાં જોડાયા હતા. ત્યારબાદ 31 ઓગસ્ટ, 2012ના રોજ બદલી મેળવીને માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર-3માં HTAT આચાર્ય તરીકે જવાબદારી સંભાળી હતી. નોકરીની જવાબદારીઓ નિભાવવાની સાથે તેમણે ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ ચાલુ રાખી હતી. તેમની સતત મહેનત અને દૃઢ નિશ્ચયના પરિણામે વર્ષ 2019માં GPSCની મુશ્કેલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. શિક્ષક તરીકેની ફરજ સાથે કારકિર્દીમાં આગળ વધવાની તેમની આ સફર અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમના ગુરુ તથા શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહે પુનિતભાઈની આ સિદ્ધિને બિરદાવતાં જણાવ્યું હતું કે, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ એ ઉક્તિને પુનિતભાઈએ પોતાની મહેનત અને કાર્યક્ષમતા દ્વારા સાર્થક કરી છે. દિનેશભાઈ શાહ શિક્ષણવિદ્ હોવા ઉપરાંત રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ જાણીતા છે. ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બર, 2026ના રોજ પુનિતભાઈ વાસાણીને માંડવી તાલુકાના ગઢશીશા બીટના જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે બઢતીનો આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર પાસેથી તેમણે બઢતીનો હુકમ સ્વીકાર્યો હતો. પુનિતભાઈની આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષણવિદ્ અને SMCના સભ્ય દિનેશભાઈ શાહ, ઉપાચાર્ય મનુભા જાડેજા, સમગ્ર શાળા પરિવાર, SMCનાં અધ્યક્ષ કુંજલબેન શાહ તથા SMC પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એક સામાન્ય શિક્ષક તરીકે શરૂ થયેલી સફરથી લઈને જિલ્લા કક્ષાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સુધી પહોંચેલા પુનિતભાઈ વાસાણીની સફળતા એ વાતનું ઉદાહરણ છે કે સતત અભ્યાસ, મહેનત અને નિષ્ઠાથી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ ક્ષેત્રોમાંથી પણ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »