ઓલટાઈમ હાઈથી સોનું ₹40,312 અને ચાંદી ₹2.07 લાખ સસ્તી! દિવાળી બાદ ભાવમાં મોટો ઘટાડો

Share:

ઓલટાઈમ હાઈથી સોનું ₹40,312 અને ચાંદી ₹2.07 લાખ સસ્તી! દિવાળી બાદ ભાવમાં મોટો ઘટાડો

Gold Silver Price: દિવાળી બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા આ ઘટાડાથી ખરીદી કરવાનું વિચારી રહેલા ગ્રાહકોનું ધ્યાન ફરી એકવાર બજાર તરફ ખેંચાયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા 13 નવેમ્બરના દર મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂ.1,35,809 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ રૂ.1,78,000 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.

એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

છેલ્લા એક સપ્તાહના ભાવની સરખામણી કરવામાં આવે તો સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ રૂ.5,643નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ રૂ.3,863 સસ્તી થઈ છે. બજારમાં આવેલા આ ફેરફારને કારણે સોના-ચાંદીના ખરીદદારોને ભાવમાં રાહત મળી છે.

 

ઓલટાઈમ હાઈની સરખામણીએ મોટો ઘટાડો

સોના અને ચાંદીના અત્યાર સુધીના સર્વોચ્ચ ભાવની સરખામણીમાં વર્તમાન કિંમતોમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. ઓલટાઈમ હાઈથી 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.40,312 સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.2,07,933નો ઘટાડો નોંધાયો છે.

ખરીદદારો માટે શું છે મહત્વની વાત?

સોના-ચાંદીના ભાવમાં થતી વધઘટની સીધી અસર જ્વેલરી ખરીદનારા ગ્રાહકો પર પડે છે. જોકે, સોના અને ચાંદીના બજારભાવમાં આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને અન્ય આર્થિક પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

નોંધનીય છે કે IBJAના દર અને સ્થાનિક જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા ભાવ અલગ હોઈ શકે છે. દાગીનાની ખરીદી વખતે GST અને મેકિંગ ચાર્જ પણ અલગથી ચૂકવવાના રહે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें