Day: November 8, 2026

મધ્યપ્રદેશના રાષ્ટ્રીય લોક મહોત્સવમાં ગુંજશે કચ્છી લોકનૃત્ય, પૂર્વી કલા કેન્દ્રની દીકરીઓની પસંદગી

મધ્યપ્રદેશના રાષ્ટ્રીય લોક મહોત્સવમાં ગુંજશે કચ્છી લોકનૃત્ય, પૂર્વી કલા કેન્દ્રની દીકરીઓની પસંદગી Kutchi Folk Dance, કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકકળાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની વધુ એક તક મળી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ગાંધીનગર કચેરી દ્વારા ભુજના પૂર્વી કલા કેન્દ્રની દીકરીઓની મધ્યપ્રદેશમાં કચ્છી લોકનૃત્યની પ્રસ્તુતિ માટે પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સાગર ખાતે તા. ૧૪ અને ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન બે દિવસીય ‘બુંદેલી રાષ્ટ્રીય લોક મહોત્સવ’ યોજાનાર છે. આ મહોત્સવમાં પૂર્વી કલા કેન્દ્રના કલાકારો કચ્છની આગવી લોકસંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યકલાની ઝલક રજૂ કરશે. આ કચ્છી લોકનૃત્યની કોરિયોગ્રાફી ગુજરાત રાજ્ય એવોર્ડ વિજેતા અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત શૈલેષકુમાર એચ. સિંધલે તૈયાર કરી છે. જ્યારે શ્રીમતી ભાવનાબેન એસ. સિંધલે કલાકારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ રાષ્ટ્રીય મહોત્સવમાં ભુજના પૂર્વી કલા કેન્દ્ર તરફથી પૂર્વીબા સિંધલ, રિયાબા સિંધલ, નંદનીબા સિંધલ, હિરલ ગઢવી, હેતવી ગઢવી, ભગવતી ગઢવી, સીતા રબારી, મીરા રબારી, જસુ રબારી, હિરલ ચૌધરી અને અનિરુધ સિંધલ કચ્છી લોકનૃત્યની પ્રસ્તુતિ કરશે. કચ્છની દીકરીઓને રાષ્ટ્રીય મંચ પર પોતાની કલા રજૂ કરવાની તક મળતાં કલા જગતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ કલાકારો પોતાની નૃત્યકલા દ્વારા કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને લોકવારસાને મધ્યપ્રદેશ સુધી પહોંચાડી કચ્છનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ માંડવીના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે વ્યક્ત કર્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દરશડી અને મમાયમોરા પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 દરશડી અને મમાયમોરા પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો  Mandvi News સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી પરમ પૂજ્ય નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબની પ્રેરણાથી માંડવી તાલુકાની દરશડી અને મમાયમોરા પ્રાથમિક શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ દરશડી ગામે ચાતુર્માસાર્થે બિરાજમાન પ.પૂ. નરેશમુનિ ‘આનંદ’ મ.સા. તથા તેમના શિષ્ય પ.પૂ. ઓજસમુનિ ‘મંગલ’ મ.સા.એ બંને શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યસનના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યોએ જૈન સંતોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહારાજ સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ, ગુટખા સહિતનાં વિવિધ વ્યસનોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી. સાથે જ જીવનમાં સારા સંસ્કાર, સ્વસ્થ આદતો અને વ્યસનથી દૂર રહેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ જીવનભર કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે બંને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમની માહિતી વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ શાહે આપી હતી. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »