![]()
દૂધ અને ડેરી પ્રોડક્ટ માટે FSSAIનો નવો લોગો જાહેર, 1 જુલાઈ 2028થી નિયમ થશે લાગુ
FSSAI New Logo દૂધ અને તેમાંથી બનતી વિવિધ ડેરી પ્રોડક્ટ ખરીદતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા દૂધ અને દૂધમાંથી તૈયાર થતી વસ્તુઓ માટે એકસરખો નવો લોગો નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી બજારમાં ઉપલબ્ધ ડેરી પ્રોડક્ટની ઓળખ કરવી ગ્રાહકો માટે વધુ સરળ બનશે.
કેવો હશે નવો લોગો?
FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા લોગોમાં વાદળી રંગના ચોરસની અંદર સફેદ રંગનું દૂધના ટીપા જેવું નિશાન રાખવામાં આવ્યું છે. આ લોગો દૂધ અને તેમાંથી તૈયાર થતી વિવિધ વસ્તુઓના પેકેટ પર જોવા મળશે.
ડેરી કંપનીઓ માટે લોગો લગાવવો ફરજિયાત
નવા નિયમ મુજબ ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓએ પોતાના ઉત્પાદનોના પેકેજિંગ પર આ નક્કી કરેલો લોગો દર્શાવવો પડશે. આ માટે તમામ સંબંધિત કંપનીઓએ જરૂરી ફેરફારો કરવાના રહેશે.
ક્યારથી અમલમાં આવશે નવો નિયમ?
FSSAIના નવા નિયમો 1 જુલાઈ, 2028થી અમલમાં આવવાના છે. ત્યારબાદ દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓના પેકેટ પર નવો લોગો દર્શાવવાનો રહેશે.
આ પહેલનો મુખ્ય હેતુ ગ્રાહકોને ડેરી પ્રોડક્ટની ઓળખ કરવામાં સરળતા આપવાનો અને બજારમાં ઉત્પાદનોની ઓળખ માટે એકરૂપતા લાવવાનો છે.









