યમુના એક્સપ્રેસવે પર દોડતી બસમાં ભીષણ આગ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

Share:

 

 

યમુના એક્સપ્રેસવે પર દોડતી બસમાં ભીષણ આગ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

Yamuna Expressway Bus Fire ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસવે પર એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. દિલ્હીથી છતરપુર તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, બસ રસ્તા પર દોડી રહી હતી તે દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતાં જ મુસાફરોએ જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ઘટનાસ્થળે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના જવાનોને આશરે દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

તમામ મુસાફરોનો બચાવ

આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે બસમાં સવાર તમામ મુસાફરો સમયસર બહાર નીકળી શક્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. સમયસર મુસાફરોએ બસમાંથી બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें