વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત અંબાજી પ્રવાસ હાલ પૂરતો રદ

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત અંબાજી પ્રવાસ હાલ પૂરતો રદ

PM Modi Ambaji Visit Cancelled 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે અંબાજી આવવાની હતી શક્યતા, ભક્તોને અગવડતા ન પડે તે હેતુથી કાર્યક્રમ રદ કરાયાની માહિતી

બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત બનાસકાંઠા પ્રવાસને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓનો હાલ પૂરતો અંત આવ્યો છે. વડાપ્રધાન મોદીનો 14 નવેમ્બરના રોજ અંબાજી આવવાનો સંભવિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, 14 નવેમ્બરના રોજ લાભ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદી અંબાજી મંદિરની મુલાકાત લેશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે અંબાજી આવતા હોવાથી ભક્તોને અવરજવર કે દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને સંભવિત પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે.

આ અંગે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી છે. જેના પગલે વડાપ્રધાનના 14 નવેમ્બરના સંભવિત અંબાજી પ્રવાસ અંગેની અટકળો પર હાલ વિરામ આવ્યો છે.

હાલ પૂરતો કાર્યક્રમ રદ થયો છે, ત્યારે ભવિષ્યમાં વડાપ્રધાનનો બનાસકાંઠા કે અંબાજી પ્રવાસ ક્યારે યોજાશે તે અંગે કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें