યોગી અને અમિત શાહ વચ્ચે બે કલાક બેઠક

Share:

યોગી અને અમિત શાહ વચ્ચે બે કલાક બેઠક

BJP વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. મથુરામાં બે દિવસીય ચિંતન શિબિર યોજાયા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની લગભગ બે કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિ, સંગઠનની કામગીરી અને તૈયારીઓ અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પહેલાં યોજાયેલી આ બેઠકને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें