સુરતના ઉધના સ્ટેશન પર લાખો શ્રમિક મુસાફરોને મોટી રાહત, દિવાળી-છઠ્ઠ પૂજામાં લાખ લોકોએ કર્યો ઉપયોગ

Share:

સુરતના ઉધના સ્ટેશન પર લાખો શ્રમિક મુસાફરોને મોટી રાહત, દિવાળી-છઠ્ઠ પૂજામાં લાખ લોકોએ કર્યો ઉપયોગ

Udhna Railway Station સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતા શ્રમિક મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશાળ પેસેન્જર હોલ્ડિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાના હેતુથી આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આશરે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ હોલ્ડિંગ સેન્ટરનું બાંધકામ માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. અહીં મુસાફરોની સુવિધા માટે 10 ટિકિટ બારીઓ, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા અને પંખા સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થાપન પર નજર રાખવા માટે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને દિવાળી અને છઠ્ઠ પૂજાના સમયગાળા દરમિયાન વતન પરત ફરતા શ્રમિકો માટે આ કેન્દ્ર ઉપયોગી સાબિત થયું હતું.

રેલવેની આ વ્યવસ્થાનો દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન લાખો મુસાફરોએ લાભ લીધો હતો. તહેવારોમાં સ્ટેશન પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવામાં આ હોલ્ડિંગ સેન્ટરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें