BREAKING NEWS: ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ, અનેક દુકાનો અને ઓફિસ બળીને ખાક

Share:

BREAKING NEWS: ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ, અનેક દુકાનો અને ઓફિસ બળીને ખાક

Godhra Bus Stand Fire પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં મોડી રાત્રે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે બસ સ્ટેન્ડમાં આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બસ સ્ટેન્ડ પરિસરમાં આવેલી અનેક દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

આગની ઝપેટમાં બસ સ્ટેન્ડની અનેક દુકાનો ઉપરાંત પાર્સલ ઓફિસ અને કંટ્રોલ ઓફિસને પણ ભારે નુકસાન થયું હતું. આગને કારણે સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગે હાથ ધરી કામગીરી

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની તમામ ઉપલબ્ધ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ભીષણ આગને કારણે લાખો રૂપિયાની મિલકતને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો અને આગ લાગવાનું સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें