સિંગતેલના ભાવમાં ભડકો! એક ડબ્બો ખરીદવા હવે ચૂકવવા પડશે રૂ.3,110

Share:

સિંગતેલના ભાવમાં ભડકો! એક ડબ્બો ખરીદવા હવે ચૂકવવા પડશે રૂ.3,110

Singtel Price Gujarat દિવાળી બાદ બજારો ફરી ધમધમતા થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા વિક્રમ સંવત 2083ની શરૂઆતમાં જ સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રસોડામાં રોજિંદા ઉપયોગમાં લેવાતા સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, દિવાળીના વેકેશન બાદ બજાર ખુલતાં સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ વધીને રૂ.3,110 સુધી પહોંચી ગયો છે. આ ભાવને કારણે ગૃહિણીઓના ઘરખર્ચનું બજેટ ખોરવાય તેવી શક્યતા છે.

મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં તેલ મોંઘુ

આ વર્ષે મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે થયું હોવા ઉપરાંત નવી મગફળીની આવક પણ બજારમાં શરૂ થઈ ગઈ છે. તેમ છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્પાદન, બજારમાં આવક અને ગ્રાહકોની માગ વચ્ચે ભાવમાં જોવા મળતી આ સ્થિતિએ વેપારીઓ અને ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

કપાસિયા તેલ સિંગતેલ કરતાં સસ્તું

બીજી તરફ કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2,470થી રૂ.2,530ની વચ્ચે ચાલી રહ્યો છે. આમ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વચ્ચે આશરે રૂ.580થી રૂ.640નો તફાવત જોવા મળી રહ્યો છે.

ભાવમાં આટલો મોટો તફાવત હોવાથી આગામી દિવસોમાં કેટલાક ગ્રાહકો સિંગતેલના બદલે કપાસિયા તેલ તરફ વળી શકે છે. ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર સામાન્ય પરિવારોના માસિક બજેટ પર પડવાની શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें