ગુજરાતમાં નવી શાળાઓ શરૂ કરવાના નિયમો બદલાયા, 1 કિમીના અંતરની શરત દૂર

Share:

 ગુજરાતમાં નવી શાળાઓ શરૂ કરવાના નિયમો બદલાયા, 1 કિમીના અંતરની શરત દૂર

Gujarat School New Rules ગુજરાત સરકારે રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે નવી શાળા શરૂ કરવા માટે નજીકમાં આવેલી અન્ય શાળાથી ઓછામાં ઓછું એક કિલોમીટરનું અંતર હોવાની અગાઉની શરત દૂર કરવામાં આવી છે.

 

અગાઉ એક કિલોમીટરના વિસ્તારમાં બીજી શાળા આવેલી હોય તો નવી શાળાને મંજૂરી આપવામાં મુશ્કેલી પડતી હતી. જોકે, સરકારના નવા નિર્ણયથી હવે આ અંતરની મર્યાદા દૂર થતાં નવી શાળાઓ શરૂ કરવાનો માર્ગ સરળ બની શકે છે.

 

ધાબાને પણ વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે માન્યતા

નવા નિયમોમાં શાળાઓના માળખાકીય સુવિધા સંબંધિત જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ શહેરી વિસ્તારમાં ઓછામાં ઓછા 400 ચોરસ વાર અને ગ્રામ્ય વિસ્તારમાં 1,000 ચોરસ વારનું ધાબું હોય તો તેને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે માન્ય ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

આ ફેરફારથી મર્યાદિત જમીન ધરાવતી શાળાઓને પણ જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવામાં મદદ મળી શકે છે.

કોંગ્રેસે સરકારના નિર્ણયનો કર્યો વિરોધ

 

રાજ્ય સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષનું માનવું છે કે શાળાઓની મંજૂરીના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારથી શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ પર અસર પડી શકે છે.

 

સરકારના આ નિર્ણયથી રાજ્યમાં નવી ખાનગી શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયામાં શું ફેરફાર આવશે અને તેની શિક્ષણ વ્યવસ્થા પર કેવી અસર પડશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें