Day: November 17, 2026

BOX OFFICE: ‘રામાયણ’ ફિલ્મની બોક્સ ઓફિસ પર ધમાલ, કમાણીનો આંકડો સતત વધી રહ્યો છે

BOX OFFICE: ‘રામાયણ’ ફિલ્મની બોક્સ ઓફિસ પર ધમાલ, કમાણીનો આંકડો સતત વધી રહ્યો છે Ramayan Box Office Collection ફિલ્મ ‘રામાયણ‘ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેની કમાણીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં પણ નોંધપાત્ર કલેક્શન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે ભારતમાં ફિલ્મની કુલ કમાણીમાં વધારો થયો છે. બીજી તરફ, વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શનમાં પણ ફિલ્મે સારી કમાણી નોંધાવી હોવાના અહેવાલ છે. વર્લ્ડવાઇડ કમાણી પર સૌની નજર ફિલ્મના શાનદાર પ્રદર્શનને જોતા હવે તે ટૂંક સમયમાં વધુ મોટો કમાણીનો આંકડો પાર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફિલ્મની આગામી દિવસોની કમાણી નક્કી કરશે કે તે બોક્સ ઓફિસ પર કેટલા નવા રેકોર્ડ બનાવી શકે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

રાજકોટના દૂધ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો, ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ

 રાજકોટના દૂધ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો, ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ Rajkot Milk Price Hike રાજકોટ શહેરના દૂધ ગ્રાહકો માટે મોંઘવારીના વધુ એક સમાચાર સામે આવ્યા છે. શહેરની ખાનગી ડેરીઓએ ડેરી મર્ચન્ટ્સ એસોસિએશનના નિર્ણય બાદ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો કર્યો છે. નવા ભાવ લાગુ થતાં હવે સામાન્ય પરિવારોના માસિક ઘરખર્ચમાં વધારો થવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, ખાનગી ડેરીઓ દ્વારા અલગ-અલગ ફેટવાળા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 6 ફેટવાળા દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો કરાયો છે. જ્યારે 4 ફેટ સુધીના દૂધના ભાવમાં પણ પ્રતિ લીટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે. પરિવારોના બજેટ પર વધશે બોજ દૂધ રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુ હોવાથી ભાવવધારાની સીધી અસર સામાન્ય પરિવારોના બજેટ પર પડશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે દરરોજ દૂધ ખરીદતા પરિવારોને હવે વધુ ખર્ચ કરવો પડશે. ડેરી મર્ચન્ટ્સ એસોસિએશનના નિર્ણય બાદ ભાવવધારો અમલી બનતાં રાજકોટના દૂધ ગ્રાહકોમાં નારાજગી જોવા મળી શકે છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ગુજરાતમાં નવી શાળાઓ શરૂ કરવાના નિયમો બદલાયા, 1 કિમીના અંતરની શરત દૂર

 ગુજરાતમાં નવી શાળાઓ શરૂ કરવાના નિયમો બદલાયા, 1 કિમીના અંતરની શરત દૂર Gujarat School New Rules ગુજરાત સરકારે રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે નવી શાળા શરૂ કરવા માટે નજીકમાં આવેલી અન્ય શાળાથી ઓછામાં ઓછું એક કિલોમીટરનું અંતર હોવાની અગાઉની શરત દૂર કરવામાં આવી છે.   અગાઉ એક કિલોમીટરના વિસ્તારમાં બીજી શાળા આવેલી હોય તો નવી શાળાને મંજૂરી આપવામાં મુશ્કેલી પડતી હતી. જોકે, સરકારના નવા નિર્ણયથી હવે આ અંતરની મર્યાદા દૂર થતાં નવી શાળાઓ શરૂ કરવાનો માર્ગ સરળ બની શકે છે.   ધાબાને પણ વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે માન્યતા નવા નિયમોમાં શાળાઓના માળખાકીય સુવિધા સંબંધિત જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ શહેરી વિસ્તારમાં ઓછામાં ઓછા 400 ચોરસ વાર અને ગ્રામ્ય વિસ્તારમાં 1,000 ચોરસ વારનું ધાબું હોય તો તેને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે માન્ય ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.   આ ફેરફારથી મર્યાદિત જમીન ધરાવતી શાળાઓને પણ જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવામાં મદદ મળી શકે છે. કોંગ્રેસે સરકારના નિર્ણયનો કર્યો વિરોધ   રાજ્ય સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષનું માનવું છે કે શાળાઓની મંજૂરીના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારથી શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ પર અસર પડી શકે છે.   સરકારના આ નિર્ણયથી રાજ્યમાં નવી ખાનગી શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયામાં શું ફેરફાર આવશે અને તેની શિક્ષણ વ્યવસ્થા પર કેવી અસર પડશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર

 કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર Kulgam Encounter જમ્મુ–કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરનો વોન્ટેડ કમાન્ડર મોહમ્મદ લતીફ ભટ પણ સામેલ છે. મળતી માહિતી અનુસાર, કુલગામના લારૂ વિસ્તારમાં ભારતીય સેના, જમ્મુ–કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષાદળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. CRPF પરના હુમલા બાદ શરૂ થયું હતું ઓપરેશન ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ કુલગામમાં CRPFની ચેકપોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનામાં સામેલ આતંકીઓને શોધવા માટે સુરક્ષાદળોએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન લતીફ ભટનું નામ સામે આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ તેને આ હુમલાનો મુખ્ય સૂત્રધાર માની રહી હતી. તેના પર અગાઉ પણ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હોવાના આરોપ હતા. આતંકવાદી સંગઠનને મોટો ફટકો લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓ માર્યા જતાં આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં સર્ચ અને સુરક્ષા અભિયાન વધુ તેજ કરવામાં આવ્યું છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

બે વર્ષ બાદ QUADની મહત્વપૂર્ણ બેઠક, મનીલામાં મોદી અને ટ્રમ્પ સહિત ચાર દેશોના નેતાઓની મુલાકાત

 બે વર્ષ બાદ QUADની મહત્વપૂર્ણ બેઠક, મનીલામાં મોદી અને ટ્રમ્પ સહિત ચાર દેશોના નેતાઓની મુલાકાત QUAD ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આજે 17 નવેમ્બર, મંગળવારે QUAD દેશોના નેતાઓની મહત્વપૂર્ણ શિખર બેઠક યોજાવાની છે. લગભગ બે વર્ષ બાદ યોજાનારી આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ભાગ લેશે. આ બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા, દરિયાઈ માર્ગોની સલામતી અને વૈશ્વિક વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન, વેપાર અને નવી ટેક્નોલોજી જેવા મુદ્દાઓ બેઠકના મુખ્ય એજન્ડામાં રહેશે. ચીન પર રહેશે વિશ્વની નજર હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે આ બેઠકને રાજદ્વારી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. QUAD દેશો દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોને સુરક્ષિત બનાવવા માટે પરસ્પર સહયોગ મજબૂત કરવા પ્રયાસ કરશે. જોકે, QUAD દેશોનું કહેવું છે કે આ સંગઠન કોઈ એક દેશ વિરુદ્ધ રચાયેલું નથી, પરંતુ હિંદ–પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો તેનો હેતુ છે. 2024 બાદ પ્રથમ વખત નેતાઓ મળશે QUAD દેશોના નેતાઓની છેલ્લી શિખર બેઠક સપ્ટેમ્બર 2024માં અમેરિકાના ડેલાવેર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ હવે મનીલામાં ચારેય દેશોના નેતાઓ ફરી એકસાથે મળશે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સંયુક્ત નિવેદન પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર રહેશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

સોનાના ભાવમાં હજુ આવી શકે છે મોટો ઘટાડો! નિષ્ણાતોએ કરી મહત્વની આગાહી

સોનાના ભાવમાં હજુ આવી શકે છે મોટો ઘટાડો! નિષ્ણાતોએ કરી મહત્વની Gold Price Prediction સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉતાર–ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોનામાં રોકાણ કરનારા અને ઘરેણાં ખરીદવાનું આયોજન કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ આશરે 3,850થી 4,000 ડોલરની રેન્જમાં રહી શકે છે. તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે. જોકે, ભારતીય બજારમાં સોનાના ભાવ કેટલા ઘટશે તે ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત ખર્ચ અને સ્થાનિક માંગ પર પણ આધાર રાખશે. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો બનશે કારણ? નિષ્ણાતોના મતે અમેરિકાના 10 વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડમાં વધારો અને ડોલરની મજબૂતી સોનાના ભાવ પર દબાણ લાવી શકે છે. સામાન્ય રીતે બોન્ડ યીલ્ડ વધે ત્યારે રોકાણકારો વ્યાજ આપતા રોકાણ તરફ વધુ આકર્ષાય છે, જ્યારે સોનામાંથી કોઈ વ્યાજ મળતું નથી. પરિણામે સોનાની માંગ અને ભાવ પર અસર થઈ શકે છે. સોનાના ભાવમાં ઉતાર-ચઢાવની શક્યતા હાલના સંજોગોમાં સોનાના ભાવમાં નજીકના સમયમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે. જોકે, સોનાના ભાવમાં ઘટાડો થશે જ તેવી કોઈ ખાતરી નથી. વૈશ્વિક આર્થિક સ્થિતિ, અમેરિકાની ફેડરલ રિઝર્વની નીતિ અને કેન્દ્રીય બેંકોની ખરીદી જેવા પરિબળો પણ સોનાની દિશા નક્કી કરશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

ગ્રીન ઝોનમાં ખુલ્યો ભારતીય શેરબજાર, સેન્સેક્સમાં 46 પોઈન્ટનો ઉછાળો

ગ્રીન ઝોનમાં ખુલ્યો ભારતીય શેરબજાર, સેન્સેક્સમાં 46 પોઈન્ટનો ઉછાળો Share Market Today ભારતીય શેરબજારમાં મંગળવારે સપ્તાહના બીજા કારોબારી દિવસે મિશ્ર શરૂઆત જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ આશરે 46 પોઈન્ટના વધારા સાથે 82,150.62ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 50 આશરે 13.80 પોઈન્ટના ઘટાડા સાથે 25,277.30ના સ્તરે ખુલ્યો હતો. જોકે, શરૂઆતના કારોબારમાં બજારમાં હકારાત્મક હલચલ જોવા મળી હતી. રોકાણકારોની નજર વૈશ્વિક બજારના સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી પર રહી હતી. આ પરિબળોની બજાર પર અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો. બીજી તરફ, વૈશ્વિક બજારોમાં નબળાઈને કારણે રોકાણકારો સાવચેતી રાખી રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

મતદાર યાદીના SIR મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની માંગ

 મતદાર યાદીના SIR મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની માંગ Supreme Court SIR Hearing દેશમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે 17 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી થવાની છે. આ મામલે વિપક્ષી INDIA ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચે SIR સંબંધિત નિર્ણયો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરોએ સર્વસંમતિથી લીધા હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ દાવાને સમર્થન આપતા બેઠકની મિનિટ્સ, ફાઇલ નોટિંગ્સ અને અન્ય નક્કર દસ્તાવેજો રજૂ કર્યા નથી. ચૂંટણી પંચ પાસે 48 સવાલોના જવાબની માંગ   વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલી અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયોની પ્રક્રિયા અને તેની પાછળના દસ્તાવેજો અંગે સ્પષ્ટતા માગી છે. આ સવાલોમાં SIR લાગુ કરવાનો નિર્ણય કોણે લીધો હતો, તમામ ચૂંટણી કમિશનરોની સંમતિ હતી કે નહીં અને મતદાર યાદીમાં ફેરફાર કેવી રીતે કરવામાં આવ્યા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-6માં થયેલા ફેરફારો અને ચૂંટણી પંચની ડિજિટલ સિસ્ટમના સંચાલન અંગે પણ જવાબ માગવામાં આવ્યા છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે અને વિપક્ષની 48 સવાલો પૂછવાની અરજીને મંજૂરી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

BREAKING NEWS: ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ, અનેક દુકાનો અને ઓફિસ બળીને ખાક

BREAKING NEWS: ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ, અનેક દુકાનો અને ઓફિસ બળીને ખાક Godhra Bus Stand Fire પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં મોડી રાત્રે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે બસ સ્ટેન્ડમાં આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બસ સ્ટેન્ડ પરિસરમાં આવેલી અનેક દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગની ઝપેટમાં બસ સ્ટેન્ડની અનેક દુકાનો ઉપરાંત પાર્સલ ઓફિસ અને કંટ્રોલ ઓફિસને પણ ભારે નુકસાન થયું હતું. આગને કારણે સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે હાથ ધરી કામગીરી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની તમામ ઉપલબ્ધ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ભીષણ આગને કારણે લાખો રૂપિયાની મિલકતને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો અને આગ લાગવાનું સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

BREAKING NEWS: 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 8નાં મોત અને 26 ઘાયલ

BREAKING NEWS: 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 8નાં મોત અને 26 ઘાયલ Uttarakhand Bus Accident ઉત્તરાખંડના ઋષિકેશ–બદ્રીનાથ હાઈવે પર ગૂલર બજાર નજીક મંગળવારે વહેલી સવારે ગંભીર બસ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક બસ અચાનક બેકાબૂ બની પુલ પરથી આશરે 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 26 મુસાફરો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સમયે બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા. બસ ખીણમાં પડતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ અને સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. SDRF દ્વારા બચાવ કામગીરી અકસમાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SDRFની વ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે બચાવકર્મીઓએ ઘાયલ મુસાફરોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 8 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે અને 26 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા તપાસ આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રાહત કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતની વધુ વિગતો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »