Day: November 15, 2026

ગોવામાં 20 નવેમ્બરથી સિનેમાનો મહાકુંભ, 86 દેશોની ફિલ્મો બનશે આકર્ષણ

ગોવામાં 20 નવેમ્બરથી સિનેમાનો મહાકુંભ, 86 દેશોની ફિલ્મો બનશે આકર્ષણ 57th International Film Festival Goa ગોવા: ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાના રસિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગોવામાં 20થી 28 નવેમ્બર દરમિયાન 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન કરવામાં આવશે. આ નવ દિવસીય મહોત્સવમાં વિશ્વભરની ફિલ્મો અને વિવિધ સંસ્કૃતિઓની ઝલક જોવા મળશે. આ વર્ષની ફિલ્મ ફેસ્ટિવલની થીમ ‘સ્ટોરીઝ વિથાઉટ બોર્ડર્સ’ રાખવામાં આવી છે. આ મહોત્સવમાં 86 દેશોની 150થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મો રજૂ કરવામાં આવશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના વિવિધ દેશોની સંસ્કૃતિ, જીવનશૈલી અને સિનેમાની અનોખી વાર્તાઓને એક જ મંચ પર લાવવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મ નિર્માતાઓ અને સિનેમા પ્રેમીઓ માટે આ મહોત્સવ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરની ટક્કર, એકનું મોત; 7 શ્રદ્ધાળુઓ ઘાયલ

દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને આઇસરની ટક્કર, એકનું મોત; 7 શ્રદ્ધાળુઓ ઘાયલ Dwarka Padyatri Accident દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા નીકળેલા શ્રદ્ધાળુઓના સંઘ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા નજીક એક આઇસર વાહન પદયાત્રીઓના સંઘમાં ઘૂસી જતાં એક પદયાત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે સાત અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, 65થી વધુ પદયાત્રીઓનો સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન કાનપરા નજીક પૂરઝડપે આવી રહેલા આઇસર વાહને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે પદયાત્રીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અકસ્મતમાં ઘાયલ થયેલા સાત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પદયાત્રા દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી ફેલાઈ છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »