Children’s Day 2026: આજે દેશભરમાં બાળ દિવસની ઉજવણી, જાણો 14 નવેમ્બરનું મહત્વ

Share:

Children’s Day 2026: આજે દેશભરમાં બાળ દિવસની ઉજવણી, જાણો 14 નવેમ્બરનું મહત્વ

Children’s Day 2026 ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બાળ દિવસની ઉજવણી થઈ રહી છે. બાળકોના અધિકારો, શિક્ષણ, સુરક્ષા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસનું વિશેષ મહત્ત્વ છે.

પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ સાથે જોડાયેલો છે બાળ દિવસ

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ થયો હતો. બાળકો પ્રત્યેના તેમના વિશેષ લગાવને કારણે તેઓ ‘ચાચા નહેરુ’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બાળકો સાથે કરશે સંવાદ

 

બાળ દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે બાળકો, તેમના પરિવારજનો અને શિક્ષકો સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે સંવાદ કરીને તેમના વિચારો અને અનુભવો જાણવાનો અવસર મળશે.

શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

બાળ દિવસ નિમિત્તે દેશભરની શાળાઓમાં વિશેષ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. શિક્ષકો પણ બાળકોને આ દિવસનું મહત્ત્વ સમજાવી રહ્યા છે.

બાળ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે?

બાળકો એ દેશનું ભવિષ્ય છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત વાતાવરણ અને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. બાળ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના અધિકારો પ્રત્યે સમાજની જવાબદારી યાદ કરવાનો અવસર પણ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें