
જામનગરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ટ્રકમાંથી 1,700 પેટી જપ્ત
Jamnagar Liquor Seized જામનગરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વિદેશી દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ધ્રોલ પોલીસે સોયલ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી હતી. પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી 1,700 પેટી વિદેશી દારૂની મળી આવી હતી. જેમાં કુલ 42,800 બોટલો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે દારૂના જથ્થા સહિત ટ્રક અને અન્ય સામાન મળી કુલ રૂ. 82.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.








