સોનાના ભાવમાં હજુ આવી શકે છે મોટો ઘટાડો! નિષ્ણાતોએ કરી મહત્વની આગાહી

Share:

સોનાના ભાવમાં હજુ આવી શકે છે મોટો ઘટાડો! નિષ્ણાતોએ કરી મહત્વની

Gold Price Prediction સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉતાર–ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોનામાં રોકાણ કરનારા અને ઘરેણાં ખરીદવાનું આયોજન કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ આશરે 3,850થી 4,000 ડોલરની રેન્જમાં રહી શકે છે. તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે. જોકે, ભારતીય બજારમાં સોનાના ભાવ કેટલા ઘટશે તે ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત ખર્ચ અને સ્થાનિક માંગ પર પણ આધાર રાખશે.

અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો બનશે કારણ?

નિષ્ણાતોના મતે અમેરિકાના 10 વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડમાં વધારો અને ડોલરની મજબૂતી સોનાના ભાવ પર દબાણ લાવી શકે છે. સામાન્ય રીતે બોન્ડ યીલ્ડ વધે ત્યારે રોકાણકારો વ્યાજ આપતા રોકાણ તરફ વધુ આકર્ષાય છે, જ્યારે સોનામાંથી કોઈ વ્યાજ મળતું નથી. પરિણામે સોનાની માંગ અને ભાવ પર અસર થઈ શકે છે.

સોનાના ભાવમાં ઉતાર-ચઢાવની શક્યતા

હાલના સંજોગોમાં સોનાના ભાવમાં નજીકના સમયમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે. જોકે, સોનાના ભાવમાં ઘટાડો થશે જ તેવી કોઈ ખાતરી નથી. વૈશ્વિક આર્થિક સ્થિતિ, અમેરિકાની ફેડરલ રિઝર્વની નીતિ અને કેન્દ્રીય બેંકોની ખરીદી જેવા પરિબળો પણ સોનાની દિશા નક્કી કરશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें