મતદાર યાદીના SIR મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની માંગ

Share:

 મતદાર યાદીના SIR મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની માંગ

Supreme Court SIR Hearing દેશમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે 17 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી થવાની છે. આ મામલે વિપક્ષી INDIA ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચે SIR સંબંધિત નિર્ણયો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરોએ સર્વસંમતિથી લીધા હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ દાવાને સમર્થન આપતા બેઠકની મિનિટ્સ, ફાઇલ નોટિંગ્સ અને અન્ય નક્કર દસ્તાવેજો રજૂ કર્યા નથી.

ચૂંટણી પંચ પાસે 48 સવાલોના જવાબની માંગ

 

વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલી અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયોની પ્રક્રિયા અને તેની પાછળના દસ્તાવેજો અંગે સ્પષ્ટતા માગી છે. આ સવાલોમાં SIR લાગુ કરવાનો નિર્ણય કોણે લીધો હતો, તમામ ચૂંટણી કમિશનરોની સંમતિ હતી કે નહીં અને મતદાર યાદીમાં ફેરફાર કેવી રીતે કરવામાં આવ્યા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-6માં થયેલા ફેરફારો અને ચૂંટણી પંચની ડિજિટલ સિસ્ટમના સંચાલન અંગે પણ જવાબ માગવામાં આવ્યા છે.

હવે આ મામલે સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે અને વિપક્ષની 48 સવાલો પૂછવાની અરજીને મંજૂરી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें