
માંડવીના સેવાભાવી મહિલા ગુણવંતીબેન શાહનું નિધન, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી
માંડવીના સેવાભાવી મહિલા ગુણવંતીબેન શાહનું નિધન, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી Mandvi News માંડવીના જાણીતા જૈન અગ્રણી અને ‘કચ્છલોક’ના તંત્રી જયેશભાઈ શાહનાં માતા ગુણવંતીબેન (કુસુમબેન) ગુણશેનભાઈ શાહનું બુધવાર, તા. ૪ નવેમ્બરના રોજ અવસાન થતાં માંડવી શહેરમાં શોકની લાગણી પ્રસરી છે. ગુણવંતીબેન સ્વભાવથી મિલનસાર, હસમુખાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતાં હતાં. સામાજિક અને સેવાકીય કાર્યો પ્રત્યે પણ તેમને વિશેષ લગાવ હતો. તેમના અવસાનથી માંડવીના સામાજિક વર્તુળમાં એક સેવાભાવી વ્યક્તિત્વની ખોટ વર્તાઈ રહી છે. તેમના અંતિમ દર્શન અને અંતિમ વિદાય માટે ગુરુવાર, તા. ૫ નવેમ્બરના રોજ સવારે ૭ વાગ્યે છાપરા શેરી સ્થિત નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા નીકળી હતી. ત્યારબાદ સાંજે ૪થી ૫ વાગ્યા દરમિયાન માંડવીની જૈનપુરી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને પ્રસંગોમાં માંડવી શહેર ઉપરાંત તાલુકાના વિવિધ વિસ્તારો તેમજ ભુજ, અંજાર અને ગાંધીધામ સહિતનાં સ્થળોએથી જૈન અને જૈનેતર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે ગુણવંતીબેનને શ્રદ્ધાંજલિ પાઠવતાં તેમના સરળ, હસમુખા, ધાર્મિક અને સમતાભાવી સ્વભાવને યાદ કર્યો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે દીપકભાઈ માંકડ, ચંદ્રેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, દિનેશભાઈ શાહ, કિરણભાઈ સંઘવી, અશોકભાઈ શાહ, વી.જી. મહેતા, ગોરધનભાઈ પટેલ, ડો. કૌશિકભાઈ શાહ, ડો. ચિંતનભાઈ સોની સહિત અનેક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો