દરશડીમાં નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન નિમિત્તે Super Six ક્રિકેટ ટુર્નામેન્ટ

Share:

દરશડીમાં નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન નિમિત્તે Super Six ક્રિકેટ ટુર્નામેન્ટ

Mandvi News વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ.પૂ. નરેશમુનિ ‘આનંદ’ મ.સા.ના 69મા જન્મદિન નિમિત્તે માંડવી તાલુકાના દરશડી ગામે વિશેષ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ દરશડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે Super Six Cricket Tournament યોજાશે.

આ ટુર્નામેન્ટમાં દરશડી તેમજ મમાયમોરા ગામના ક્રિકેટપ્રેમી રમતવીરો ભાગ લેશે અને મેદાન પર પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કરશે. બંને ગામના ખેલાડીઓ વચ્ચે યોજાનારી આ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટુર્નામેન્ટનું આયોજન પ.પૂ. નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ યુવાનોને રમતગમત સાથે જોડવાના હેતુથી કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ ક્રિકેટ જેવી રમત યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત અને રમતગમતની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માતૃશ્રી સુંદરબેન રતનશી દેવશી ગાલા પરિવારના સૌજન્યથી કરવામાં આવ્યું છે. નાનાભડિયા ગામના શ્રીમતી પ્રફુલાબેન રમણીકભાઈ ગાલા પરિવાર દ્વારા આ આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો છે.

ટુર્નામેન્ટમાં ભાગ લેનારા રમતવીરોને આપવામાં આવનાર ભેટો માટે શ્રીમતી રસીલાબેન શાંતિલાલ ચનાભાઈ ગાલા પરિવાર (ભોજાયવાલા) દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.

વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ શાહે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે અને ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें