Day: October 3, 2026

મુન્દ્રામાં અદાણી પરિવાર દ્વારા ભવ્ય ‘પાંજી નવરાત્રી’ મહોત્સવનું આયોજન, બોલીવુડ ગીતો વિના થશે માતાજીની આરાધના

મુન્દ્રામાં અદાણી પરિવાર દ્વારા ભવ્ય ‘પાંજી નવરાત્રી’ મહોત્સવનું આયોજન, બોલીવુડ ગીતો વિના થશે માતાજીની આરાધના Navratri Festival 11થી 19 ઓક્ટોબર દરમિયાન ગુંદાલા રોડ પર યોજાશે નવરાત્રી મહોત્સવ, વિશાલ ગઢવી, વંદના ગઢવી સહિતના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.‍ ‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીને સંગ’ના સૂત્ર સાથે યોજાનારા આ મહોત્સવમાં ગરબા, રાસ અને ભજનો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નવરાત્રી મહોત્સવમાં બોલીવુડ ગીતો વિના પરંપરાગત અને ધાર્મિક ગીતો સાથે ગરબાનું આયોજન કરાયું છે. થોડા સમય પહેલાં મુન્દ્રા તાલુકાના શિરાચા ગામ નજીક ભવ્ય કથાનું આયોજન કરનાર અદાણી ફાઉન્ડેશન દ્વારા હવે મુન્દ્રા તાલુકા સહિત સમગ્ર કચ્છના ગરબા પ્રેમીઓને જોડવાના ઉદ્દેશ્યથી આ વિશાળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 11થી 19 ઓક્ટોબર દરમિયાન દરરોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન થશે. આ મહોત્સવમાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. મુન્દ્રાના શાંતિવન ખાતે પત્રકાર પરિષદ યોજીને અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડા, કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ જયદીપ શાહ, રમેશ મહેશ્વરી અને અદાણી ફાઉન્ડેશનના કિશોર ચાવડાએ મહોત્સવ અંગેની વિગતો આપી હતી. આ પ્રસંગે મહોત્સવમાં જોડાનારા કલાકારોએ પણ ઉત્સાહ વ્યક્ત કરી વધુમાં વધુ લોકો માતાજીની આરાધનામાં જોડાય તેવી અપીલ કરી હતી. મુન્દ્રાના ગુંદાલા રોડ પર કોમ્પ્લેક્સ મલ્ટીપ્લેક્સની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં યોજાનારા આ મહોત્સવમાં વિશાલ ગઢવી, વંદના ગઢવી, જીગ્નેશ ગઢવી, દેવલ ગઢવી સહિતના જાણીતા કલાકારો પોતાની રજૂઆતથી ગરબા પ્રેમીઓને ઝૂમાવશે. પરંપરાગત ગરબા, રાસ અને ભક્તિ સંગીતના માધ્યમથી કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા આ નવરાત્રી મહોત્સવમાં મુન્દ્રા સહિત કચ્છભરના લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપેક્ષા છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

દરશડીમાં નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન નિમિત્તે Super Six ક્રિકેટ ટુર્નામેન્ટ

દરશડીમાં નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન નિમિત્તે Super Six ક્રિકેટ ટુર્નામેન્ટ Mandvi News વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ.પૂ. નરેશમુનિ ‘આનંદ’ મ.સા.ના 69મા જન્મદિન નિમિત્તે માંડવી તાલુકાના દરશડી ગામે વિશેષ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ દરશડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે Super Six Cricket Tournament યોજાશે. આ ટુર્નામેન્ટમાં દરશડી તેમજ મમાયમોરા ગામના ક્રિકેટપ્રેમી રમતવીરો ભાગ લેશે અને મેદાન પર પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કરશે. બંને ગામના ખેલાડીઓ વચ્ચે યોજાનારી આ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટનું આયોજન પ.પૂ. નરેશમુનિ આનંદ મ.સા.ના જન્મદિન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ યુવાનોને રમતગમત સાથે જોડવાના હેતુથી કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ ક્રિકેટ જેવી રમત યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત અને રમતગમતની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માતૃશ્રી સુંદરબેન રતનશી દેવશી ગાલા પરિવારના સૌજન્યથી કરવામાં આવ્યું છે. નાનાભડિયા ગામના શ્રીમતી પ્રફુલાબેન રમણીકભાઈ ગાલા પરિવાર દ્વારા આ આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારા રમતવીરોને આપવામાં આવનાર ભેટો માટે શ્રીમતી રસીલાબેન શાંતિલાલ ચનાભાઈ ગાલા પરિવાર (ભોજાયવાલા) દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ તથા મંત્રી-ખજાનચી દિનેશભાઈ શાહે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે અને ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

માંડવીમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન

માંડવીમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન Mandvi News માંડવીના શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ધાર્મિક પરંપરા અંતર્ગત ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ સવારે 8:30 કલાકે શીતલ-પાર્શ્વ જિનાલય સ્થિત કલાપ્રભસૂરી આરાધના ભવન ખાતે યોજાશે. આ કાર્યક્રમ પ.પૂ. સાધ્વીશ્રી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદિ ઠાણા-3ની પાવન નિશ્રામાં યોજાનાર છે. પર્યુષણ મહાપર્વ દરમિયાન ભગવાનની આરાધના અને ભક્તિનું વિશેષ મહત્વ હોવાથી સ્નાત્ર મહોત્સવને ધાર્મિક ભાવના સાથે વિશિષ્ટ રીતે આયોજિત કરવામાં આવ્યો છે. સ્નાત્ર મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાલિકાઓ દ્વારા 14 સપનાનું નૃત્ય, 56 દીકકુમારીકાઓ દ્વારા વિશેષ નૃત્ય તથા અન્ય ભક્તિમય રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ ભગવાનના ફઈબા, માસીઓ તેમજ બહેનના સ્વરૂપે ભક્તિભાવ સાથે ધાર્મિક વિધિઓમાં જોડાવાનો ભાવિકોને અવસર મળશે. કાર્યક્રમમાં 64 ઈન્દ્ર દ્વારા ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગના દર્શન અને ભક્તિનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જૈન સમાજના ભાવિકોને રવિવારે સમયસર સ્નાત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ગુરુભક્ત પરિવાર તરફથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ ભાવિકોની વિશિષ્ટ અનુમોદના કરવામાં આવશે. પર્યુષણ મહાપર્વની પવિત્ર ભાવનાને અનુરૂપ યોજાનાર આ સ્નાત્ર મહોત્સવમાં ધાર્મિક ભક્તિ, આરાધના અને સામૂહિક શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળશે. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »

હમીરસર તળાવ અને દાદા – દાદી પાર્ક ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સેવા મારૂ યોગદાન” અભિયાન હેઠળ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.

હમીરસર તળાવ અને દાદા – દાદી પાર્ક ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સેવા મારૂ યોગદાન” અભિયાન હેઠળ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો. Seva Maru Yogdan માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળની સેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે 2 ઓકટોબર મહાત્મા ગાંધીજી ના જન્મ જયંતી દિને યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ કચ્છ લોકસભા, ભુજ નગરપાલિકા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ દાદા – દાદી પાર્ક ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિશાળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. Seva Maru Yogdan આ સફાઈ ઝુંબેશમાં વિવિધ સામાજિક, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કાર્યકરોએ ઉત્સાહભેર સહભાગી થઈ હમીરસર તળાવ અને તળાવ તટે આવેલ દાદા – દાદી પાર્ક અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે સૌએ શ્રમદાન કર્યું હતું. હાલમાં પૂર્ણ થયેલ ગણેશોત્સવ સમયે લોકો તરફ થી કરવામાં આવેલ ગણેશજી ની મૂર્તિઓ હટાવવામાં આવેલ હતી. મોદી સાહેબના સ્વપ્ન “પ્લાસ્ટિક મુક્ત ભારત” અંતર્ગત નોન પ્લાસ્ટિક થેલીઓનું વિતરણ કરવામાં આવેલ હતું. Seva Maru Yogdan  આ કાર્યક્રમમાં સહભાગી સંસ્થાઓમાં મુખ્યત્વે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ નગર સેવા સદન, ચેમ્બર્સ ઓફ કોમર્સ–ભુજ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ, રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ મિડ ટાઉન, રોટરી ક્લબ ઓફ ભુજ વિબગ્યોર, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ઉર્જા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ સહિતની વિવિધ સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘સેવા સંકલ્પ અભિયાન’ ના સંકલ્પ સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. સફાઈ ઝુંબેશમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો, સભ્યો અને સ્વયંસેવકોની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને સામૂહિક જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. “સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી છે” તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.  આ પ્રસંગે કાર્યક્રમ Seva Maru Yogdan  દરમ્યાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી કેશુભાઈ પટેલ ધરાસભ્યશ્રી ભુજ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઈ ખંડોલ તથા સર્વશ્રી મિતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી, અશોકભાઇ હાથી, મનુભા જાડેજા, જયંતભાઈ ઠક્કર, પ્રકાશભાઇ મહેશ્વરી, નરેશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, મયુરસિંહ જાડેજા, ધીરેનભાઈ લાલન, સંદીપભાઈ શાહ, આશિકાબેન ભટ્ટ, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, હસમિતાબેન ગોર, વિરમભાઇ આહીર, હિતેશભાઈ ગોસ્વામી, માનશીબેન સંઘવી, પ્રફુલસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા. વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Read More »