
દરશડીમાં વ્યસનમુક્તિ બેનર સ્પર્ધાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ
Mandvi News દરશડી તથા મમાયમોરા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ.પૂ. નરેશમુનિ “આનંદ” તથા તેમના શિષ્યરત્ન પ.પૂ. ઓજસમુનિ “મંગલ” મ.સા.ની પાવન નિશ્રામાં વ્યસનમુક્તિ અભિયાનના ઉપક્રમે તથા દરશડી ગામના સમસ્ત સમાજના સહયોગથી વ્યસનમુક્તિના બેનર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં દરશડી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત મમાયમોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બેનર દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
દરશડી પ્રાથમિક શાળાના વિજેતાઓ
દરશડી પ્રાથમિક શાળામાં પ્રથમ ત્રણ ક્રમમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓમાં:
પ્રથમ: મહેશ્વરી રોતિકા પ્રેમજીભાઈ – ધોરણ 6
દ્વિતીય: બજાણીયા સોયાના મોહમ્મદભાઈ – ધોરણ 8
તૃતીય: મહેશ્વરી મિરલ દિનેશભાઈ – ધોરણ 7
દરશડી હાઈસ્કૂલના વિજેતાઓ
દરશડી હાઈસ્કૂલમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં:
પ્રથમ: મહેશ્વરી નાત્યા આતુભાઈ – ધોરણ 9
દ્વિતીય: મહેશ્વરી સાક્ષી દિનેશભાઈ – ધોરણ 11
તૃતીય: નાયકા સુનિતા – ધોરણ 11
મમાયમોરા પ્રાથમિક શાળાના વિજેતાઓ
મમાયમોરા પ્રાથમિક શાળામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં:
પ્રથમ: ઉકાણી જૈની જીગ્નેશભાઈ – ધોરણ 8
દ્વિતીય: જબુઆણી ક્રિષ્ના રજનીભાઈ – ધોરણ 7
તૃતીય: રબારી હિરલ આશાભાઈ – ધોરણ 6
આ અંગે વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડૉ. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જે. શાહ તથા મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે, સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસનમુક્તિનો સકારાત્મક સંદેશ આપ્યો છે.
તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ.પૂ. નરેશમુનિ મ.સા., પ.પૂ. ઓજસમુનિ મ.સા., વ્યસનમુક્તિ અભિયાનના હોદ્દેદારો તેમજ દરશડી અને મમાયમોરા ગામના અગ્રણીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે.









